બજેટ બાદ ગૃહિણીને લાગ્યો સૌથી મોટો ઝટકો: એકઝાટકે LPG સીલીન્ડરના ભાવમાં એટલો વધારો થયો કે…

આ વર્ષનું બજેટ રજુ થઇ ચુક્યું છે, આ બજેટમાં ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. ઘણા લોકોને ફાયદો પણ થયો છે પરંતુ ઘણી વસ્તુના ભાવમાં પણ વધારો થયો છે. હાલ ગૃહિણીઓને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. બજેટ ૨૦૨૧ જાહેર થયા પાછી દેશના કરોડો સામાન્ય નાગરિકોને મોંઘવારીનો મોટો ઝાટકો લાગ્યો છે. ઘણી વસ્તુની સાથે ઘરેલુ ગેસની કિંમતમાં પણ ફરી એકવાર વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરની નવી કિંમત જાહેર કરી છે અને નવા ભાવ અનુસાર સીધા જ 25 રૂપિયા પ્રતિ વધી ગયા છે, જયારે વ્યવસાયિક સિલિન્ડરના ભાવ 6 રૂપિયાથી ઘટી ગયા છે. આ પહેલા પણ કમર્શિયલ LPG સિલિન્ડર(19 KG)ના ભાવ 190 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી ગયા છે. હાલ આ આંકડો જોઈએ તો LPGના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

હાલમાં કેટલી છે LPG સિલિન્ડરની કિંમત?
હાલમાં જ થયેલા ભાવ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં LPGની નવી કિંમત 719 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે જાન્યુઆરી મહિનામાં દિલ્હી રાજ્યમાં રાંધણ ગેસ 694 રૂપિયામાં મળી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે ગેસ કંપનીઓ મહિનાના પહેલા દિવસે ગેસની નવી કિંમતો નિર્ધારિત કરે છે. પરંતુ બજેટ જારી થવાના કારણે આ મહિને પહેલી તારીખે કિંમતોમાં કોઇ ફેરફાર થયો ન હતો. પણ હાલના સમયમાં સીધા જ ભાવમાં મોટો ફરક દેખાયો છે.

તમને જણાવી દઇએ કે, નવા વર્ષે એટલે કે ચાલુ વર્ષ 2021ના જાન્યુઆરી મહિનામાં પણ તેલ કંપનીઓએ ઘરેલૂ રાંધણ ગેસ સિલિન્ડર ગ્રાહકોને રાહત આપતા કિંમતોમાં કોઇ વધારો કર્યો ન હતો. જો કે 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો વધારો કર્યો હતો. પરંતુ આ બજેટ બાદ સામાન્ય નાગરિકોને ઘણા ઝટકા લાગ્યા છે, અને હાલમાં ગૃહિણીઓને પણ મોટો ઝટકો લાગ્યો છે.

ઈન્ડિયન ઓઈલ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 4 ફેબ્રુઆરી 2021થી દેશની રાજધાની દિલ્લીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડિ વગરના LPG ગેસ સિલીંડરની કીંમત 719 રૂપિયા છે, આ સાથે જ મુંબઈમાં 719 રૂપિયા છે, ચેન્ન્ઈમાં 735 રૂ. અને કોલકાત્તામાં 745.50 રૂ. છે તેવું સામે આવી રહ્યું છે. 15 ડિસેમ્બરના રોજ દિલ્લી રાજ્યમાં 14.2 કિલોગ્રામ સબસીડી વગરના રાંધણ ગેસની કીંમત 694 રૂ., મુંબઈમાં 694 રૂ., ચેન્નઈમાં 710 રૂપિયા અને કોલકત્તામાં 720.50 રૂ. હતી.

કોમર્શિયલ ગેસની હાલમાં કિંમત
ઈન્ડિયન ઓઈલ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 19 કિલોગ્રામ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 4 ફેબ્રુઆરી 2021થી દિલ્હી રાજ્યમાં 1533 રૂપિયા, કોલકત્તામાં 1598.50 રૂ., મુંબઈમાં 1482.50 રૂ. અને ચેન્નઈમાં 1649.00 રૂ. થઈ છે.

ડિસેમ્બર મહિનામાં આપ્યો હતો મોટો ઝટકો
જાન્યુઆરી મહિનામાં તેલ કંપનીઓએ મોટી રાહત જરૂર આપી હતી પણ તેના પહેલા ડિસેમ્બર મહિનામાં તેલ માર્કેટિંગ કંપનીએ ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં બે-બે વાર 100 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરી નાખ્યો હતો. આ કંપનીએ પહેલા 2 ડિસેમ્બરના 50 રૂપિયાનો વધારો કર્યો અને તે પછી 15 ડિસેમ્બરે ફરીએકવાર 50 રૂપિયાનો વધારો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *