PI અને PSI 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, ભાઈ-બહેનની તકરારનો લાભ લેતા પકડાયા

તાપી(ગુજરાત): પોલીસ વિભાગએ સતત લોકો પાસેથી પૈસા લઈને તેમને પાસેથી લાંચ લેતા હોવાની ફરિયાદ સામે આવી છે. તેવામાં એસીબીએ તાપી જિલ્લાના વ્યારામાં પોલીસ અધીક્ષકની કચેરીમાં ફરજ…

તાપી(ગુજરાત): પોલીસ વિભાગએ સતત લોકો પાસેથી પૈસા લઈને તેમને પાસેથી લાંચ લેતા હોવાની ફરિયાદ સામે આવી છે. તેવામાં એસીબીએ તાપી જિલ્લાના વ્યારામાં પોલીસ અધીક્ષકની કચેરીમાં ફરજ બજાવતા પીઆઇ પ્રતીક અમીર અને તેમની સાથેના પીએસઆઇ પ્રવિણકુમાર મકવાણાની 50 હજારની લાંચ લેતા રંગેહાથ અટકાયત કરી હતી. વાલોડ જિલ્લામાં જમીન મેટરમાં ભાઈ બહેનના ઝગડામાં FIR રદ કરવા માટે 50000 રૂપિયાની લાંચ લીધી હતી. આ મામલે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા પોલીસે લાંચ લેતાં રંગેહાથ પકડી પાડયા હતા.

મળતી માહિતી મુજબ, છેલ્લા લાંબા સમયથી સરકારી કચેરીઓમાં લોકોના કામ કરવા માટે સરકારી અધિકારીઓ લાંચ માંગતા હોય છે, જેને લઇને ગુજરાત એસટી વિભાગે સતત આવા કર્મચારીઓને પકડી પાડવા માટેની કાર્યવાહી કરતા હોય છે. આ દરમિયાન સુરત નજીક આવેલા તાપી જિલ્લાના પોલીસ અધીક્ષકની કચેરીમાં ફરજ બજાવતા પ્રતિક એમ અમીન હતા. ત્યારે તેમની સાથે પ્રવિણકુમાર મકવાણા સરકાર પોલીસ ઇન્સ્પેક્ટર વ્યારામાં ફરજ બજાવતા હતા, ત્યારે જમીન મેટર બાબતે ભાઈ-બહેનને વિવાદ ચાલતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીટીશન નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીગ હોવાથી આ મામલે ગુનાની તપાસ પીએસઆઇ પ્રવીણ મકવાણા અને અભિપ્રાય મોકલવા માટે પી.આઇ.ઓ.ની કંપનીએ એક લાખ રૂપિયાની માંગ કરી હતી, ત્યારે આજે ફરિયાદીએ પ્રથમ 50 હજાર અને એક અઠવાડિયા બાદ ફરીથી 50 હજાર આપવાનું નક્કી કરીને આ મામલે સુરત એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એસીબીએ જાણ થતા તાત્કાલિક આ બંને અધિકારીઓની અટકાયત કરી તેમના વિરોધ ગુનો નોધી વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *