રૂપસુંદરી પ્રેમિકા માટે બનેવીએ કરી સાળાની હત્યા- બહેનનું ઘર તૂટતું જોઈ ભાઈએ કર્યું હતું ધીંગાણુ- વિડીયો ફોટો વાઈરલ

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે.રાજ્યના સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સગા સાળીની હત્યા કરનાર બનેવી મહેશ ઝાંઝમેરા તથા તેની પ્રેમિકાના અંગત ફોટાઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. અનૈતિક સંબંધને કારણે થયેલ હત્યાને લીધે લોકોએ બન્ને પર સોશિયલ મીડિયામાં ફિટકાર વરસાવી હતી.

આની સાથે જ કડક સજાની માંગ કરી હતી. અન્ય યુવતીની સાથે અનૈતિક સંબંધોને લીધે પત્નીને કાઢી મૂક્યા પછી તેના ઘરે જઇ મારા મારી કરી હતી. બનેવીને ધમકાવવા માટે આવેલ બંને સાળાને તલવારના ઘા ઝીકીને એકની કરપીણ હત્યા કરી હતી.

પતિની પ્રેમિકા પત્નીની હાજરીમાં ઘરે આવતી હતી :
કતારગામમાં નીલકંઠ સોસાયટી-2માં રહેતા 34 વર્ષીય મહેશ મધુ ઝાંઝમેરાનાં લગ્ન પ્રીતિની સાથે થયા હતા. લગ્ન જીવન વખતે 3 સંતાનો થયા પછી મહેશને અન્ય એક દિપાલી નામની મહિલાની સાથે પ્રેમ થયો હતો. મહિલાએ મહેશના ગામમાં અન્ય યુવકની સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

2 વર્ષ અગાઉ તે મહેશના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. મહિલા તેના પતિથી અલગ થઇ ગઇ હતી. જેને લીધે મહેશ પત્નીની સાથે છૂટાછેડા માંગતો હતો. છૂટાછેડા અંગે મહેશ તથા પત્નીની વચ્ચે વિવાદ થયો હતો.

આ યુવતી પ્રીતિબેનની હાજરીમાં ઘરે આવીને તેના પતિની સાથે ગિફ્ટને આપલે કરતી હોવાને લીધે ઘરે ઝઘડાઓ થતા રહેતાં હતા. જેથી પતિ મહેશે પ્રીતિબેનને કાઢી મૂકી હતી. જેને લઇ પ્રીતિબેને 8 ડિસેમ્બરનાં રોજ પતિ તથા સાસરિયાઓની વિરુદ્ધ દહેજ ઉત્પીડનની ફરિયાદ પણ નોંધાવી હતી.

બે સગા સાળા પર તલવારથી હુમલો કર્યો:
ગત મંગળવારે સાંજે પ્રીતિબેનના ભાઇ જયેશ મગન કલસરીયા, નીતેશ મગન તેમજ તેમની પત્ની ભાવનાબેન જયેશ તથા અરુણાબેન નીતેશ નીલકંઠ સોસાયટીમાં ઘુસી ગયા હતા. મહેશ તથા તેના પિતા મધુ ઝાંઝમેરા, માતા વિમળાબેન તેમજ ભાઇ મનસુખ પણ જયેશ પર હથિયારો સાથે તૂટી પડ્યા હતા.

મહેશે જયેશ તથા નીતેશને બરહેમીપૂર્વક તલવારના ઘા ઝીકી દેતાં બંનેને ગંભીર હાલતમાં કિરણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં જયેશનું મોત થયું હતું. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારપછી પોલીસ દ્વારા મહેશની ધરપકડ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં થઈ કડક સજાની માંગ :
સમગ્ર ઘટના પછી કતારગામ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સોશિયલ મીડિયામાં મહેશ તથા મહિલાના અંગત પળોના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે. અનૈતિક સંબંધની કિંમત સાળાએ પોતાનો જીવ આપીને ચૂકવવી પડી હતી. લોકોએ મહેશ તથા મહિલાના સંબંધો અંગે સોશિયલ મીડિયા પર ફિટકાર વરસાવી હતી. તેમણે મહેશને કડક સજા કરવાની માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *