ચીની સંશોધકો જાત જાતના પ્રયોગો કરતા હોય ચ છે.ચીને હવે પ્રયોગો દ્વારા નવી પ્રજાતીનું પ્રાણી પેદા કરી દેખાડયું છે. ચીની સંશોધકોએ લેબોરેટરીમાં પ્રયોગ કરીને ચીનમાં જોવા મળતાં પિગ્સ (ડુક્કર) અને સીનોમોલગ્સ પ્રકારના વાંદરાના મિશ્રણ જેવું સિમેરા નામનું પ્રાણી પેદા કર્યું છે. લેબોરેટરીમાં સિમેરાના કુલ બે બચ્ચાં જન્મ્યા છે. જોકે તેનો દેખાવ જોતા એ ડુક્કરના બચ્ચાં જેવા જ લાગે છે.
મોટા થયાં પછી તેના દેખાવમાં વાંદરાના આવી શકે છે. ચીનનો ટાર્ગેટ પ્રયોગશાળામાં જ મનુષ્યના વિવિધ અંગો પેદા કરવાનું છે. એ પ્રયોગના ભાગરૂપે જ આ વર્ણસંકર પ્રજાતી પેદા કરાઈ હતી. ચીની સંશોધકોએ જણાવ્યું હતુ કે મનુષ્યના વિવિધ અંગો નીત-નવી બિમારીનો ભોગ બનતા જાય છે. અમુક બિમારી વખતે અંગને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડતું હોય છે. પરંતુ ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનર ન હોય તો અંગ ક્યાંથી લાવવું? માટે અમે પ્રયોગશાળામાં જ આવા સારવાર માટે જરૂરી અંગો વિકસાવી શકાય એ પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ. તેના ભાગરૂપે જ આ અખતરો કરવામાં આવ્યો હતો.
આ બે બચ્ચાં કેટલો સમય જીતવાં રહેશે તેની ખબર નથી. હજુ તેઓ પાંચ દિવસના થયા છે. કુલ દસ બચ્ચાંને વિજ્ઞાાનીઓ આ રીતે પેદા કર્યા હતા. તેમાંથી આઠના તુરંત મોત થયા હતા. પરંતુ બે બચ્ચાએ પાંચ દિવસ પસાર કરી નાખ્યા છે. વિજ્ઞાાનીઓ પ્રયોગશળામાં સતત તેના પર નજર રાખી રહ્યાં છે.
આ અગાઉ પણ ચીન ક્લોન કુતરા,ક્લોન ઘેટા વગેરે બનવી ચુક્યું છે.
આ રીતે કોઈ સજીવો પેદા કરવા એ કુદરતના કામમાં દખલ દેવા જેવી વાત છે. કેમ કે જીવન-મરણ છેવટે તો કુદરતે કરવાનું કામ છે. ઘણા વિજ્ઞાાનીઓ આવા પ્રયોગો અનૈતિક હોવાનો વાંધો ઉઠાવતા રહે છે અને ચીનના પ્રયોગ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. પરંતુ ચીને કોઈના નૈતિક-અનૈતિક વિરોધની કોઈ પરવા ક્યારેય કરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.