શુક્રવારે યુક્રેનમાં એક દુ:ખદ વિમાન દુર્ઘટના બની હતી. યુક્રેનમાં આર્મીનું વિમાન ક્રેશ થયું. આ ઘટનામાં 22 લોકોનાં મોત નીપજ્યાં છે. બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ચાર લોકો ગુમ હોવાનું જણાવાયું છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી
મળતી માહિતી પ્રમાણે સેનાના ક્રેશ થયેલા વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 28 લોકો સવાર હતા. વિમાનને લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હોવાનું કહેવાય છે. લેન્ડિંગ સમયે વિમાનમાં આગ લાગી હતી. વિમાન જ્વાળાઓથી ઘેરાયેલું હતું.
સ્થળ પર હાજર કર્મચારીઓએ ખૂબ જ મહેનત બાદ આગને કાબુમાં કરી લીધી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઈ ગયું હતું. રાહત અને બચાવ કાર્ય ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. વિમાનમાં ફસાયેલા 24 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી
ડોક્ટરોએ 22 લોકોને મૃત જાહેર કર્યા. બે લોકોની સારવાર ચાલી રહી છે. બંનેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ચાર લોકો હજી ગુમ છે. ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. હજી સુધી અકસ્માતનું કારણ જાણી શકાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle