8.5 કરોડથી વધુ ખેડૂતો માટે ખુશીના સમાચાર: PM કિસાન સન્માનની રકમમાં થયો વધારો- જાણો હવે કેટલી રકમ મળશે

PM Kisan Samman Nidhi: દેશભરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 8.50 કરોડથી વધુ લાભાર્થીઓ 14મા હપ્તા બાદ હવે 15મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ…

PM Kisan Samman Nidhi: દેશભરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 8.50 કરોડથી વધુ લાભાર્થીઓ 14મા હપ્તા બાદ હવે 15મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા આ ખેડૂતો માટે એક મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે.

સૂત્રોના હવાલાથી પ્રાપ્ત અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવા પર વિચાર કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની રકમ વધારી શકે છે.

સમાચાર અનુસાર, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં 50 ટકાનો વધારો કરી શકે છે. જાણકારી અનુસાર, સરકાર PM કિસાન સન્માનની રકમ વાર્ષિક 6000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે.

જો આમ થશે તો ખેડૂતોને વાર્ષિક 3000 રૂપિયાનો લાભ મળશે. આ પછી ખેડૂતોને દર ચાર મહિનાના અંતરાલ પર 2,000 રૂપિયાના બદલે 30,000 રૂપિયા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે હવે ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયાની રકમ એક વર્ષમાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ સાથે સમાચાર છે કે ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ ખરીદી વધારવા પર પણ વિચાર કરી રહી છે. જેથી ગ્રામીણ ખેડૂતોને તેમની ઉપજ વેચવામાં કોઈ મુશ્કેલી ન પડે.

તમને જણાવી દઈએ કે, પીએમ કિસાન સન્માન નિધિના 14મા હપ્તા બાદ દેશભરના ખેડૂતો હવે 15મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો કે, 15મો હપ્તો મેળવવા માટે, ખેડૂતોએ તેમના પ્રધાનમંત્રી કિસાન ખાતાનું eKYC કરવું પડશે. જે ખેડૂતો તેમના ખાતાની KYC કરાવતા નથી, તેઓ તેના લાભોથી વંચિત રહી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ PM કિસાન યોજનાના લાભાર્થી છો, તો તમારે તમારા ખાતાની EKYC વહેલી તકે કરાવી લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *