લગભગ સવા કરોડથી વધુ વસ્તી ધરાવતા જમ્મુ-કાશ્મીર અને લદાખ પર મોદી સરકાર મહેરબાન છે. તેના આઠ લાખ પરિવારોના બેંક ખાતામાં કેન્દ્ર સરકારે ચાર-ચાર હજાર રૂપિયા જમા કરાવ્યા છે. આ પૈસા આર્ટિકલ 370માં (Article 370) સંશોધન કરતા પહેલા જમા કરવામાં આવ્યા છે. સરકારે આ રૂપિયા એટલે માટે મોકલ્યા છે જેનાથી ત્યાંના ખેડૂતો કરજ લીધા વગર ખેતી કરી શકે. બહુ ઝડપથી વધુ બે-બે હજાર રૂપિયા તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે. આ રકમ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કિમ અંતર્ગત મોકલવામાં આવી છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આર્ટિકલ 370માં સંશોધન કર્યા બાદ હવે આ પૈસા મોકલવાનું કામ ઝડપથી કરવામાં આવશે, કારણ કે હવે ત્યાં કેન્દ્રનું શાસન છે.
જમ્મુ-કાશ્મીરમાં આશરે 80 ટકા લોકો ખેતી પર નિર્ભર છે. તેમાં સૌથી પ્રસિદ્ધ ખેતી કેસરની છે. સફરજનના બગીચાઓ છે. આ ઉપરાંત મકાઇ, જુવાર, બાજરી, કપાસ, તંબાકુ, ઘંઊની ખેતી પણ કરવામાં આવે છે. અહીં મોટા પ્રમાણમાં ફૂલોની ખેતી થાય છે. લદાખમાં ચણાની ખેતી થાય છે. વડાપ્રધાન મોદીએ આર્ટિકલ 370માં સંશોધન બાદ દેશને સંબોધન કરતા કહ્યુ હતુ કે તમામ યોજનાઓને લાભ જમ્મુ-કાશ્મીરના લોકોને મળશે. આ સંદેશ પહેલા જ તેમની સરકાર અહીંના ખેડૂતોને ઘણા પૈસા આપી ચુકી હતી.
ક્યાં કેટલી રકમ મળી:
સૌથી વધારે ફાયદો બારામુલા, કુપવાડા, બડગામ, પુંછ અને પુલવામાના ખેડૂતોને થયો છે. હવે રાજ્યના અન્ય ભાગની જેમ જમ્મુ-કાશ્મીરમાં પણ કિસાન સમ્માન નિધિનો ત્રીજો હપ્તો ચુકવવાની તૈયારી થઈ રહી છે. કૃષિ મંત્રાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે આઠમી ઓગસ્ટ સુધી કેન્દ્ર સરકારે સૌથી વધારે 77,038 લોકોને કુપવાડામાં લાભ મળ્યો છે. બારામુલાના 75,391 લાભાર્થી ખેડૂતો બીજા નંબર પર છે. બડગામમાં 63,392, જમ્મુમાં 57,095 અને પુલવામામાં 38,592 લોકોના બેંક ખાતામાં રૂ. 4-4 હજાર જમા થયા છે.
સૌથી ઓછા લાભ મેળવનારા વિસ્તારો:
ઉલ્લેખનીય છે કે કોઈ પણ લાભાર્થીને પીએમ કિસાન સમ્માન નિધિને પૈસા ત્યારે મળે છે જ્યારે રાજ્ય સરકાર આ માટે યાદી તૈયારી કરીને કેન્દ્ર સરકારને મોકલે. જે વિસ્તારોમાં ખેડૂતોની યાદી સોંપવામાં આવી નથી ત્યાંના ખેડૂતોને આ યોજનાના પૈસા ઓછા મળ્યા છે. જેમ કે લદાખમાં ફક્ત 4,878 અને કારગીલમાં ફક્ત 7,782 લોકોને જ આ યોજનાનો લાભ મળ્યો છે. શ્રીનગરમાં સૌથી ઓછા ફક્ત 3,935 લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે.