વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના ત્રિસુર પહોંચી ગયા છે. અહીં તેઓ થોડી પાંચ હજાર વર્ષ જૂના ગુરુવાયુરપ્પન મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. અહીં મંદિરમાં તેમણે પાંરપરિક વેશભૂષામાં પૂજા પણ કરી હતી. અહીં વડાપ્રધાન મોદીને 112 કિલો કમળના ફૂલથી તોલીને તુલાભાર વિધિ પણ કરવામાં આવી હતી. ગુરુવાયુરપ્પન મંદિર અંદાજે 5 હજાર વર્ષ જૂનું છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે આ મંદિરની મુલાકાત કરી હતી.
બીજી વાર વડાપ્રધાન બન્યા પછી તેમની આ પહેલી વિદેશ યાત્રા છે. મોદી અહીં ભાજપ કાર્યકર્તાઓની ‘અભિનવ સભા’ પણ સંબોધવાના છે.
વડાપ્રધાન મોદી બીજા કાર્યકાળની પહેલી વિદેશ યાત્રામાં કેરળથી માલદીવ અને શ્રીલંકા પણ જવાના છે. રવિવારે પરત ફરતી વખતે તેઓ આંધ્રપ્રદેશ પણ જશે અને અહીં તિરુપતિ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન પણ કરશે.
#WATCH Kerala: Prime Minister Narendra Modi offers prayers at Sri Krishna Temple in Guruvayur of Thrissur. pic.twitter.com/HB98hDQAFk
— ANI (@ANI) June 8, 2019
ગુરુવાયુરપ્પન મંદિરને દક્ષિણનું દ્વારકા પણ કહેવામાં આવે છે:
ગુરુવાયુરપ્પન મંદિરને દક્ષિણનું દ્વારકા પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ આ મંદિરમાં બિરાજમાન છે. પૈરાણિક માન્યતા પ્રમાણે મંદિરનું નિર્માણ વૃહસ્પતિએ કર્યું હતું. મંદિર 5000 વર્ષ જૂનું છે અને 1638માં તેના અમુક હિસ્સાનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે, આ મંદિરમાં હિન્દુઓ સિવાય અન્ય ધર્મના લોકો પ્રવેશ કરી શકતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.