PM મોદી આ મહિને જઈ શકે છે અમેરિકાની મુલાકાતે, આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં એટલે કે આ મહિનામાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. જો કે આ પ્રવાસ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. ન્યૂઝ એજન્સી ANI એ સૂત્રોને ટાંકીને કહ્યું કે, આ પ્રવાસ માટે તૈયારીઓ ચાલી રહી છે. તે જ સમયે, પીએમ મોદીની મુલાકાતની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, શીડ્યુલ હજુ ફાઇનલ થવાનું બાકી છે. પ્રારંભિક યોજના મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી 23-24 સપ્ટેમ્બરે અમેરિકા પહોંચી શકે છે.

જો બાયડન સાથે કરશે મુલાકાત:
આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ જો બાયડન સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ અમેરિકાની મુલાકાત હશે. હાલમાં પીએમ મોદીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો બધુ બરાબર ચાલ્યું તો તે 22 થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રહેશે. આ દરમિયાન, વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચે આ પ્રથમ બેઠક હશે.

આ એજન્ડા પર કરવામાં આવશે ચર્ચા:
અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિને જોતા પીએમ મોદીની આ મુલાકાતને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ જો બાયડન મળવા ઉપરાંત વડાપ્રધાને અમેરિકી વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠકો યોજવાની પણ અપેક્ષા છે.

કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા પ્રવાસ પર પીએમ મોદીના એજન્ડામાં ચીનનો મુદ્દો પણ રહેશે. આ દરમિયાન, બંને પક્ષો વચ્ચે ચીન પર વાતચીત થઈ શકે છે. તે જ સમયે, બંને દેશો ઇન્ડો-પેસિફિક પર મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ કરવાનો પ્રયાસ કરશે. ક્વાડ લીડર્સ સમિટનું આયોજન પણ વોશિંગ્ટનમાં કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીની મુલાકાત તે જ સમયે થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *