જાણો કોણ છે આ 103 વર્ષીય દાદા, જેને જોઇને PM મોદી પણ થય ગયા ભાવવિભોર અને લીધા આર્શીવાદ

Published on: 10:42 am, Thu, 24 November 22

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના એક અઠવાડિયા પહેલા ભાજપે(BJP) પ્રચાર માટે સંપૂર્ણ તાકાત હોમી દીધી હોય તેવુ લાગી રહ્યું છે. ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસનાં એક દિવસ બાદ PM મોદી(Narendra Modi) ફરી બે દિવસના પ્રચારમાં લાગી ગયા છે. મહત્વનું છે કે, બુધવારના રોજ ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી હતી.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. એક દિવસના વિરામ પછી તેમણે મહેસાણા, દાહોદ, વડોદરા, ભાવનગરમાં સભા ગજવી હતી. ત્યારે હવે આજે ગુરુવારે સવારથી ફરીથી પ્રચારનો પ્રારંભ કરશે. આજે તેઓ પાલનપુર, દહેગામ,અરવલ્લી, અમદાવાદ ગ્રામ્યમાં સભા ગજવશે.

ચૂંટણી અગાઉ જ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 સભા જવવા જઈ રહ્યા. જેમાં તેઓ ભાજપ માટે પ્રચાર કરીને વોટ માંગી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદી 2 દિવસમાં ગુજરાતમાં 8 સભા ગજવશે. જેમાં બુધવારે એટલે કે ગઈ કાલે તેમણે ચાર સભા કરી હતી. તો ગુરુવારે એટલે કે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 સભામાં સંબોધન કરશે.

મહત્વનું છે કે, દાહોદની સભાના PM મોદીના લાગણીભર્યા દ્રશ્યો સર્જાય જવા પામ્યા હતા. સભા સમયે PMને સુમનભાઈ મળવા પહોંચ્યા હતા અને 103 વર્ષીય સુમનભાઈ સાથે હર્ષથી PM મોદી મળ્યા હતા. ત્યાર બાદ PM મોદીની આ તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. સુમનભાઈને જોઈને PM મોદી ભેટી પડ્યા હતા અને ભાવવિભોર થઈ ગયા હતા. આ ખાસ પળે, વૃદ્ધ સુમનભાઈ સભા સ્થળ સુધી પહોંચીને PM મોદીને મળવા માટે આવ્યા હતા, ત્યારે PM મોદીએ તેમના આર્શીવાદ લીધા હતા. એટલુ જ નહિ, PM મોદીએ પોતાના ભાષણમાં પણ તેઓએ સુમનભાઈનો ઉલ્લેખ કર્યો હતો. આ પળ હૂબ જ ખાસ બની રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.