PM મોદીની મોરબી મુલાકાતનો ખર્ચ 135 લોકોના જીવ કરતા પણ વધારે- જાણો વાયરલ થયેલી RTI ની હકીકત

કેન્દ્ર સરકારની માહિતી કચેરી PIB એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત અંગે કરવામાં આવેલા દાવાને ખોટો (PM Modi Morbi Visit Cost Fake News) ગણાવ્યો છે. આ દાવા મુજબ મોરબી બ્રિજ દુર્ઘટના બાદ PM મોદીની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા સાકેત ગોખલેએ એક RTIને ટાંકીને ટ્વિટર પર આ દાવો કર્યો છે. બાદમાં PIBએ જણાવ્યું કે આવો કોઈ RTI જવાબ આપવામાં આવ્યો નથી, જેમાં PM મોદીની મોરબી મુલાકાતના ખર્ચની માહિતી આપવામાં આવી છે.

ગુરુવાર, 1 ડિસેમ્બરના રોજ, TMC નેતાએ ટ્વિટર પર લખ્યું, RTI દર્શાવે છે કે મોદીની થોડા કલાકો માટે મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. તેમાંથી રૂ. 5.5 કરોડ કેવળ “વેલકમ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી” માટે હતા. મૃત્યુ પામેલા 135 પીડિતોમાંથી પ્રત્યેકને 4 લાખ રૂપિયા એટલે કે કુલ 5 કરોડ રૂપિયાની વળતરની રકમ આપવામાં આવી હતી. એકલા મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરનો ખર્ચ 135 લોકોના જીવથી વધુ છે.

સવારે સાકેત ગોખલેના આ ટ્વિટ પર પીઆઈબીએ સાંજે ફેક્ટ ચેક ટ્વિટ કર્યું. ટીએમસી નેતાના ટ્વીટનો સ્ક્રીનશોટ જોડતા, તેમણે આરટીઆઈને ટાંકીને કહ્યું કે, એક ટ્વિટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમની મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ દાવો ખોટો છે. આવો કોઈ RTI જવાબ આપવામાં આવ્યો નથી.

આ મામલે ભાજપે ટીએમસી અને મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું છે. ગુજરાત ભાજપ દ્વારા ટ્વીટ- આ ફેક ન્યૂઝ છે. આવી કોઈ RTI કરવામાં આવી નથી. આવા કોઈ સમાચાર પ્રકાશિત થયા નથી. આ સંપૂર્ણપણે બનાવટી છે. ટીએમસી જૂઠ્ઠાણાઓની પાર્ટી છે. તેની શરૂઆત મમતા બેનર્જી અને તેમના જેવા નીચા પ્રવક્તાથી થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *