આવતીકાલે રક્ષા બંધન(Raksha Bandhan)નો શુભ તહેવાર છે. દરેક બહેન પોતાના ભાઈ માટે રાખીના તહેવારની ખરીદીમાં વ્યસ્ત હોય છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ને તેમની પાકિસ્તાની બહેન(Pakistani sister of Narendra Modi) કમર મોહસીન શેખે(Qamar Mohsin Shaikh) પણ રાખડી મોકલી છે. રાખી મોકલવાની સાથે તેણે 2024ની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાનની જીત માટે પ્રાર્થના કરી છે અને તેમને શુભકામનાઓ પાઠવી છે.
કમર મોહસીન શેખે કહ્યું કે, તેને આશા છે કે આ વખતે તે પીએમ મોદીને મળી શકશે. તેમણે કહ્યું કે મને આશા છે કે આ વખતે પીએમ મોદી તેમને મળવા માટે દિલ્હી બોલાવશે. મેં રક્ષાબંધનની તમામ તૈયારીઓ કરી છે અને તેમની રાખડી જાતે સિલ્ક રિબનમાં ભરતકામ કરીને તૈયાર કરી છે.
PMને રાખડી સાથે લખેલો પત્ર:
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા પાકિસ્તાની બહેન કમર મહોસીન શેખે જણાવ્યું કે, રાખીની સાથે તેણે પીએમ મોદીને એક પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં તેમણે તેમના સારા સ્વાસ્થ્ય અને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાવાની શુભેચ્છા પાઠવી છે. તમને જણાવી દઈએ કે 11 ઓગસ્ટે દેશમાં રક્ષાબંધનનો તહેવાર આવશે.
આ રીતે તૈયાર કરવામાં આવી રાખડી:
તેણે કહ્યું કે તેણે પીએમ મોદીને જે રાખડી મોકલી છે, તેણે પોતે સિલ્ક રિબનમાં ચિકન એમ્બ્રોઈડરી વર્ક કરીને તૈયાર કરી છે. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બનશે કારણ કે તેઓ તેના હકદાર છે. તેમણે કહ્યું કે તેમની પાસે એવા તમામ ગુણો છે જે એક સારા વડાપ્રધાનમાં હોવા જોઈએ.
ઘણા મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડૉ. સ્વરૂપ સિંહ તેને પોતાની પુત્રી માનતા હતા. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના રહેવાસી મોહસીન શેખ વર્ષ 1981માં પહેલીવાર ભારત આવ્યા હતા. આ પછી તેના લગ્ન ભારતમાં મોહસીન સાથે નક્કી થયા અને ત્યારથી તે ભારતમાં રહેવા લાગી. આ દરમિયાન જ્યારે તે એકવાર પાકિસ્તાન જઈ રહી હતી ત્યારે સ્વરૂપ સિંહ તેને એરપોર્ટ પર મૂકવા આવ્યો હતો. આ દરમિયાન નરેન્દ્ર મોદી પણ તેમની સાથે હતા. આ દરમિયાન સ્વરૂપ સિંહે તેનો પરિચય પોતાની દીકરી તરીકે કરાવ્યો અને ત્યાર બાદ જ પીએમ મોદીએ તેને પોતાની બહેન માનવાનું શરૂ કર્યું. રિપોર્ટ્સ અનુસાર, ત્યારથી તે રક્ષાબંધન પર મોદીને રાખડી બાંધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.