વતન પહોચશે PM મોદી- ભવ્ય રોડ-શોમાં ભાગ લેવા ઉમટ્યા સેંકડો લોકો- જાણો કાર્યક્રમની રૂપરેખા

ગુજરાત(Gujarat): ચાર રાજ્યોમાં જંગી જીત બાદ હવે તમામની નજર ગુજરાત પર છે. વર્ષના અંતમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections) યોજાવાની છે. આથી કાર્યકરોને પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન(PM) નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. PM આજે અમદાવાદ(Ahmedabad)માં ભવ્ય રોડ શો કરશે. આ સાથે રાજ સંસ્થાઓના એક લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓની રેલીને પણ સંબોધિત કરશે.

તેમની બે દિવસની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન અમદાવાદમાં ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન પણ કરશે અને મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર જિલ્લામાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 માર્ચે એટલે કે આજ રોજ સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ મુખ્યાલય સુધી રોડ શો કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, રસ્તામાં ચાર લાખ લોકો તેમનું સ્વાગત કરશે. આ દરમિયાન રોડ શો દરમિયાન વિવિધ એનજીઓ, સંગઠનો, ભાજપના કાર્યકરો અને મોદીના શુભેચ્છકો હાજર રહેશે.

કડક બંદોબસ્ત ગોઠવાયો:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા અમદાવાદ અને ગાંધીનગરમાં સુરક્ષા અને પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. હાલ બંને શહેરોના બંદોબસ્તમાં 800થી વધુ પોલીસ જવાનો તૈનાત છે. ગુજરાત પોલીસ અને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) એ ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય સુધીના રોડ શો માટે સુરક્ષા કાફલાનું રિહર્સલ કર્યું હતું.

જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમ:
ગુજરાત ભાજપ દ્વારા જાહેર કરાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિડ્યુલ મુજબ તેઓ સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટથી તેમનો રોડ શો સવારે 10.15 વાગ્યે શરૂ થશે અને 11.15 વાગ્યે પાર્ટીના રાજ્ય મુખ્યાલય પહોંચશે. પીએમ બપોરે 1 વાગ્યા સુધી પાર્ટી કાર્યાલયમાં ગુજરાત ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે. આ પછી તેઓ સાંજે 4 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પંચાયત સંમેલનમાં ભાગ લેશે.

વડાપ્રધાન રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 12 માર્ચે તેઓ દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી પહોંચશે. આ પછી, તેઓ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. પીએમ મોદી રાત્રે 8.30 કલાકે વિશેષ ફ્લાઇટ દ્વારા દિલ્હી જવા રવાના થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *