અમેરિકાની ધરતી પર વાજતેગાજતે થયું PM મોદીનું ભવ્ય સ્વાગત- આ ચાર ખાસ વ્યક્તિઓની લેશે મુલાકાત

વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi) હાલમાં ત્રણ દિવસ માટે અમેરિકા (America) ના પ્રવાસે ગઈકાલે જ રવાના થઈ ચુક્યા છે ત્યારે  તેઓ હાલમાં પ્રવાસના…

વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi) હાલમાં ત્રણ દિવસ માટે અમેરિકા (America) ના પ્રવાસે ગઈકાલે જ રવાના થઈ ચુક્યા છે ત્યારે  તેઓ હાલમાં પ્રવાસના સૌપ્રથમ દિવસે વોશિંગ્ટન (Washington) માં 5 દિગ્ગજ અમેરિકન કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO)ને મળશે. આ દરમિયાન તેઓ ભારત-અમેરિકા વચ્ચે વ્યાવસાયિક સંભાવના વિકસાવવાની વાત થઈ શકે છે.

વોશિંગ્ટનમાં લોકોએ વરસતા વરસાદમાં PM મોદીનું સ્વાગત કર્યું
વોશિંગ્ટનમાં પહોંચતાં જ PM મોદીનું એરપોર્ટથી લઈને હોટલ સુધી જોરદાર સ્વાગત કરાયું હતું. PM મોદી વહેલી સવારમાં 3.30 વાગ્યે વોશિંગ્ટન પહોંચ્યા હતા. એરપોર્ટ પર મોદીના સ્વાગત માટે અમેરિકાના વિદેશ મંત્રાલયના અધિકારીઓ પહોંચી ગયા હતા.

જયારે આની સાથે-સાથે જ અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ પણ હાજર રહ્યા હતા. મોદીના આગમનની ખુશીમાં 100 થી વધારે ભારતીય સમુદાયના લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા. વરસતા વરસાદમાં લોકો એરપોર્ટથી લઈને હોટલ સુધી મોદીના સ્વાગત માટે રસ્તા પર ઊભા રહ્યા હતા.

મોદી આજે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે કરશે મુલાકાત:
મોદી આજે એપલના CEO ટિમ કુક સહિત ક્વાલકોમ, એડોબ તેમજ બ્લેકસ્ટોન જેવી કંપનીઓના CEO સાથે હોટલમાં જ મુલાકાત કરશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસન તેમજ જાપાનના PM યોશિહિડે સુગાની સાથે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની સાથે પણ મુલાકાત કરશે કે, જેમાં ભારત અને અમેરિકાનાં સામાન્ય હિત પર વાતચીત કરવામાં આવશે. આપને જણાવીએ કે, કમલા હેરિસ ભારતીય મૂળનાં જ છે.

‘નમસ્તે USA’ કહીને PM મોદીનું શાનદાર સ્વાગત કરાયું:
PM નરેન્દ્ર મોદી ગુરુવારની સવારમાં 3.30 વાગ્યે વોશિંગ્ટન પહોંચ્યા હતા કે, જ્યાં એરપોર્ટ પર અમેરિકી અધિકારીઓ તમેજ ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંધુએ નમસ્તે USA કહીને મોદીને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે ભારતીય સમુદાયના લોકો પણ ખુબ મોટી સંખ્યામાં મોદીને આવકારવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા.

PM નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના આમંત્રણ પર 23થી 25 સપ્ટેમ્બર વર્ષ 2021 સુધી અમેરિકાની સત્તાવાર મુલાકાત લેવા માટે ગયા છે ત્યારે જો કે, તેઓ 22 સપ્ટેમ્બરની સાંજે જ રવાના થયા હતા. ગયા વર્ષે જો બાઈડન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી PM મોદીની આ સૌપ્રથમ યુએસની મુલાકાત છે. આની પહેલાં બંને નેતાઓ વચ્ચે 3 વખત વર્ચ્યુઅલ મીટિંગ થઈ ચુકી છે.

PM મોદી આવતીકાલે બાઇડન સાથે કરશે મુલાકાત
વડાપ્રધાન 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને મળશે. આ સૌપ્રથમ મુલાકાત હશે કે, જ્યારે બંને નેતા સામસામે આવશે. શુક્રવારનાં રોજ પણ ક્વાડ દેશોના નેતાઓની વ્હાઇટ હાઉસમાં બેઠક મળશે. મોદી ત્યાર પછી ન્યૂયોર્ક જશે તેમજ 25 સપ્ટેમ્બરનાં રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબોધન કરશે. પોતાના આ પ્રવાસ દરમિયાન PM નરેન્દ્ર મોદી કેટલાક અગત્યના કાર્યક્રમોમાં ભાગ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *