આવતી કાલે પ્રધાનમંત્રી મોદી ભૂમિપૂજન બાદ કરશે આ ખાસ કામ

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે ભારતીયો ને આનંદ થાય એવાં સમાચાર એટલે કે શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા શહેરમાં ઇતિહાસ રચવા માટે હવે માત્ર થોડા જ કલાકો બાકી રહેલાં છે. બુધવારનાં રોજ PM નરેન્દ્ર મોદી શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન પણ કરશે.

5 ઑગષ્ટનાં રોજ PM મોદી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનું ભૂમિ પૂજન કરવા માટે આવવાનાં છે. ભૂમિપૂજન  દરમિયાન PM મોદી શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનો છોડ પણ લગાવશે. પારિજાતનાં વૃક્ષ ખુબ જ સુંદર હોય છે.

પારિજાતનાં ફૂલને ભગવાન શ્રીહરિનાં શ્રૃંગાર તથા પૂજામાં પણ ઉપયોગમાં કરવામાં આવે છે. આને કારણે આ મનમોહક તથા સુગંધિત પુષ્પને હરસિંગારનાં નામથી પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ વૃક્ષનું ખુબ જ મહત્વ રહેલું છે. એવી પણ માન્યતા રહેલી છે, કે પારિજાતનો સ્પર્શ કરવાં માત્રથી જ વ્યક્તિનો થાક દૂર થઈ જાય છે.

પારિજાતનાં વૃક્ષની કુલ ઊંચાઈ 10-25 ફૂટ જેટલી જ હોય છે. આ વૃક્ષની ખાસ વાત તો એ છે, કે આ વૃક્ષમાં ખુબ મોટા પ્રમાણમાં ફૂલો આવે છે. એક દિવસમાં આ વૃક્ષનાં ગમે તેટલાં પણ ફૂલો તોડવામાં આવે તો પણ બીજા દિવસે ફરીથી મોટી માત્રામાં ફૂલો ખીલી પણ જશે.

આ વૃક્ષ ખાસ કરીને તો મધ્ય ભારત તથા હિમાલયનાં નીચાણવાળા વિસ્તારોમાં વધુ જોવાં મળે છે. આ ફૂલ માત્ર રાત્રે જ ખીલે છે તેમજ સવાર થતાંની સાથે જ તેનાં તમામ ફૂલો ખરી પણ જાય છે. આને કારણે તેને ‘રાતરાણી’ પણ કહેવામાં આવે છે.

હરસિંગારનાં ફૂલ એ પશ્ચિમ બંગાળનું રાજકીય ફૂલ છે. વિશ્વભરમાં આ ફૂલની માત્ર 5 જ પ્રજાતિ જોવા મળે છે. એવું પણ કહેવામાં આવે છે, કે ધનની દેવી લક્ષ્મીને પણ પારિજાતનાં ફૂલો ખુબ જ ગમે છે. પૂજા-પાઠ દરમિયાન પણ મા લક્ષ્મીને આ ફૂલને ચઢાવવાથી તેઓ ખુબ જ પ્રસન્ન થાય છે.

આ ફૂલની ખાસ વાત તો એ છે, કે પૂજા-પાઠમાં પારિજાતનાં માત્ર એ જ ફૂલોનો ઉપયોગ કરવો જોઇએ કે જે વૃક્ષથી તૂટીને નીચે પડ્યા હોય. પૂજાને માટે આ વૃક્ષનાં ફૂલ તોડવા પર પણ સંપૂર્ણ રીતે નિષેધ રહેલો છે. એક એવી પણ માન્યતા રહેલી છે, કે કુલ 14 વર્ષનાં વનવાસ દરમિયાન પણ માતા સીતા હરસિંગારનાં પુષ્પોથી જ શ્રૃંગાર કરતાં હતાં.

બારાબંકી જિલ્લાનાં પારિજાતનું વૃક્ષ એ મહાભારતનાં સમયનું માનવામાં આવે છે જેની ઊંચાઈ લગભગ કુલ 45 ફૂટ જેટલી છે. એવી પણ માન્યતા છે, કે પારિજાત વૃક્ષની ઉત્પત્તિ સમુદ્ર મંથનમાંથી જ થઈ હતી. જેને ઇન્દ્ર દેવે પોતાની વાટિકામાં જ લગાવ્યું હતુ.

માનવામાં આવી રહ્યું છે, કે અજ્ઞાતવાસ દરમિયાન પણ માતા કુંતીએ પારિજાતનાં ફૂલથી જ શિવની પૂજા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. માતાની ઇચ્છા પૂર્ણ કરવાં માટે જ અર્જુને સ્વર્ગમાંથી આ વૃક્ષને લાવીને અહીં સ્થાપિત કરી દીધું હતું. ત્યારપછીથી જ આ વૃક્ષની પણ પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *