રાજપરા ખોડલ માતાનાં દર્શને જઈ રહેલ શ્રદ્ધાળુઓની કારને નડ્યો ભયંકર માર્ગ અકસ્માત- જુઓ ભયંકર દ્રશ્યો

ગુજરાત: નવરાત્રી (Navratri) નાં પાવન પર્વની આજથી શુભ શરૂઆત થઈ ચુકી છે ત્યારે સૌપ્રથમ નોરતાં નિમિત્તે ખેડા (Kheda) જિલ્લા (District) માં આવેલ માતર તાલુકામાંથી ભાવનગર…

ગુજરાત: નવરાત્રી (Navratri) નાં પાવન પર્વની આજથી શુભ શરૂઆત થઈ ચુકી છે ત્યારે સૌપ્રથમ નોરતાં નિમિત્તે ખેડા (Kheda) જિલ્લા (District) માં આવેલ માતર તાલુકામાંથી ભાવનગર (Bhavnagar) નાં રાજપરા ખોડિયાર મંદિર (Rajpara Khodiyar Temple) દર્શન કરવા માટે આવી રહેલ શ્રદ્ધાળુઓની ઈકો કારને ભાલ પંથકમાં આઈસર ટેમ્પાએ અડફેટે લેતા એકસાથે 4 શ્રદ્ધાળુઓને ગંભીર ઈજા પહોંચી હતી.

આ ઘટના અંગે મળી રહેલ જાણકારી પ્રમાણે નવલાં નોરતાંનાં સૌપ્રથમ દિવસે જ દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ ભાવનગર જિલ્લાનાં રાજપરા ખોડિયાર મંદિર તથા ઊંચા કોટડા ચામુંડા શક્તિ પીઠ તેમજ ભગુડા મોગલધામ સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનો ગત રાતથી જ પ્રવાહ શરૂ થઈ ચૂકયો છે.

આ સમયે ગુજરાતમાં આવેલ ખેડા જિલ્લાના માતર તાલુકાથી કેટલાક શ્રદ્ધાળુઓ ઈકો કાર ભાડે કરીને ભાવનગર જિલ્લામાં આવેલ રાજપરા ખોડિયાર મંદિરે દર્શન કરવા માટે આવી રહ્યાં હતાં. આ શ્રદ્ધાળુઓની કાર ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પરથી ભાવનગર બાજુ આગળ વધી રહી હતી.

આ દરમ્યાન વહેલી સવારે માઢીયા ગામ પાસે નિરમાના પાટીયા નજીક એક આઈસર ટેમ્પાના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે તેમજ બેફિકરાઈ પૂર્વક ચલાવી ઈકો કાર સાથે અથડાવતા કારમાં સવાર 4 દર્શનાર્થીઓને નાની-મોટી ઈજા પહોંચી હતી. આ ઘટનામાં આઈસર રોડ સાઈડમાં પલ્ટી ખાઈ ગયો હતો. જયારે કારને ખુબ મોટું નુકસાન થયું હતું.

વહેલી સવારમાં સર્જાયેલ આ અકસ્માતમાં દર્શનાર્થીઓને રાહદારીઓએ સારવાર માટે સર.ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી  ગઈ હતી તેમજ તપાસ હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *