ટીવી મીડિયામાં વારંવાર પ્રધાનમંત્રી મોદીના પરિવારજનો સરકારી સુવિધા લેતા નથી તેવી વાતો વાયરલ થતી હોય છે. પરંતુ વાસ્તવિકતાથી દૂર નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી વીઆઈપી ને મળતી એસ્કોર્ટ સુવિધા ન મળવાથી નારાજ થઈ ગયા હોવાનો મામલો સામે આવ્યો છે. દેશમાં વીઆઈપી દરજજો મેળવેલા વ્યક્તિઓને પોલીસ દ્વારા એસ્કોર્ટ પૂરું પાડવામાં આવતો હોય છે. એસકોર્ટમાં જે-તે વ્યક્તિના કાફલાની આગળ પાછળ પોલીસ પ્રોટેક્શન સાથેની ગાડી ચાલતી હોય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે પોલીસ દ્વારા એસ્કોર્ટ ની વ્યવસ્થા ન કરાતા નારાજ થઈને જયપુરના બગરું પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેસી ગયા. જોકે લગભગ એક કલાક બાદ તેઓએ ફરીથી તેમનો પ્રવાસ આગળ ધપાવવા રવાના થઈ ગયા. પ્રહલાદ મોદી મંગળવારે રાતે જયપુર-અજમેર રાષ્ટ્રીય રાજમાર્ગ પર બગરું પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસી ગયા. તેમનું કહેવું હતું કે પોલીસે તેમને એસ્કોર્ટ પૂરું પાડયું નથી.
જયપુર ના પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું કે, મોદી સડક માર્ગથી જયપુર જઈ રહ્યા હતા તેઓ એસ્કોર્ટ ની માંગ કરી રહ્યા હતા. જેના માટે તેઓ લાયક નથી. અમારી પાસે તેમને બે પી.એસ.ઓ ઉપલબ્ધ કરાવવાના આદેશ હતાં. જે અમે પહેલેથી જ બગરું પોલીસ સ્ટેશનમાં હાજર રાખ્યા હતા. જેઓ તેમને આગળ લઈ જઈ શકે. પરંતુ પ્રહલાદ મોદી પોતાની ગાડીમાં તેમને લઈ જવા તૈયાર નહોતા અને તેઓ અલગથી પોલીસના વાહન ની માંગ કરી રહ્યા હતા.
સાથે- સાથે શ્રી વાસ્તવ એ જણાવ્યું કે, અમે તેમને બે PSO આપવા સંબંધી આદેશ ની કોપી પણ બતાવી હતી. પીએસઓ તો તેમની સાથે વાહન માં જવાના હતા, પરંતુ આ માટે પ્રહલાદ મોદી તૈયાર નહોતા. અધિકારીએ કહ્યું કે મોદી ઘણી ચંચુપાત કર્યા બાદ સમજી ને ચાલ્યા ગયા હતા અને તેમને નિયમ અનુસાર બે PSO ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. બગરુ પોલીસ અનુસાર આ ઘટનાક્રમ લગભગ એક કલાક સુધી ચાલ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વાત સ્થાનિક ભાજપી નેતાઓને મળતાની સાથે જ પૂર્વ મહામંત્રી કમલ ચૌધરી, બીજેપી ના મંડળ અધ્યક્ષ મુકેશ મહેતા અને પાલિકા અધ્યક્ષ ગરેડ કાર્યકર્તાઓ સાથે ઘરના કરવા પહોંચી ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરિવારજન દ્વારા આવી રીતે હોબાળો કરીને એ સમાચારો અને ફટકાર લગાવી છે, જેમાં કહેવામાં આવી રહ્યું હોય છે કે, નરેન્દ્ર મોદીના પરિવારજનો હોય ભોગ વિલાસ અને સત્તાનો દુરુપયોગ કરતા નથી.