પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરશે. આ પહેલી વખત નથી જ્યારે પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે. આના પહેલા પણ આ જ સમયે મોદી દેશને સંબોધિત કરી બધાને ચોંકાવી ચૂક્યા છે. આ વખતે પણ લોકોને કંઈક એવી જ આશા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ રાત્રે આઠ વાગ્યે સંદેશ આપવાની વાત કરે છે તો લોકો થોડા વિચારમાં પડી જાય છે. સંબોધન માટે રાત્રે 8 વાગ્યાના સમય પસંદ કરવાને લઈને મોદી પર ઘણા મિમસ પણ બની ચૂક્યા છે, જે સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.
આના પહેલા પણ પ્રધાનમંત્રીએ માર્ચે પણ દેશ નહીં પરંતુ આખી દુનિયાને આ કહીને ચોંકાવી દીધી હતી કે તે સોશિયલ મીડિયા છોડી શકે છે. પ્રધાનમંત્રીની આ વાતને સાંભળી તેમના ફોલોવર્સ હેરાન રહી ગયા હતા. પ્રધાનમંત્રી આવાસ ને લઈ ખૂબ ચર્ચા પણ થઈ હતી. આવો જાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાત્રે આઠ વાગ્યા સાથે શું છે કનેક્શન
8 નવેમ્બર રાત્રે 8 વાગ્યે
દેશની જનતા આ દિવસને ક્યારેય નહીં ભૂલી શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટ બંધી માટે પણ રાત્રે આઠ વાગ્યાનો સમય પસંદ કર્યો હતો. એ દિવસે તો 8 નવેમ્બર 2016 નો.આ દિવસે રાતના આઠ વાગ્યે અચાનક 500 અને 1000 ની નોટ બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જાતે આ વાતને દેશને સંબોધન કરતાં કહી હતી.
8 ઓગસ્ટ રાત્રે 8 વાગ્યે
જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 સમાપ્ત કરવા કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું પહેલું સંબોધન 8 ઓગષ્ટ 2019 ના રોજ રાત્રે આઠ વાગ્યે કર્યું હતું.
19 માર્ચે રાત્રે 8 વાગ્યે
ફરી એક વખત પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે. આ વખતે પણ તેમણે રાત્રે આઠ વાગ્યાનો સમય પસંદ કર્યો છે. કોના વાયરસને લઈને પ્રધાનમંત્રી દેશની જનતા સામે કોઈ મોટી અપીલ કરી શકે છે.
ક્યારે ક્યારે ચોંકાવ્યા
પ્રધાનમંત્રી મોદીએ લોકોને ક્યારે પણ અચંબામાં મૂકી દીધા જ્યારે તેઓ અચાનક પાકિસ્તાન પહોંચી ગયા.આ ઉપરાંત હાલમાં જ પ્રધાનમંત્રી દિલ્હીમાં લાગેલા હુનર હાટમાં પહોંચી ગયા હતા, જ્યાં તેમણે દુકાન પર લીટી ચોખા ખાધા હતા. આ તસવીર ખૂબ વાયરલ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.