શું તમે પણ આ મંદીમાં બેરોજગારીથી કંટાળ્યા છો ? તો આ રીતે ચાલુ કરો ધંધો, સરકાર આપશે 10 લાખ

શું તમે પણ આ ભયંકર મંદીના શિકાર થયા છો ? અને તમે પણ નવો ધંધો ચાલુ કરવા વિચારી રહ્યા છો ? તો, સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના તમારા અમાટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આ યોજના અંતર્ગત તમે 10 લાખ સુધીની લોન મેળવી શકો છો. સરકારે ખાસ લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એપ્રિલ 2015 માં આ યોજના લૉન્ચ કરી હતી. દેશમાં તમામ નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા સરકારે આ યોજના પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ની શરૂઆત કરવામાં હતી.

ખરેખર શું છે મુદ્રા યોજનનઓ ખાસ ધ્યેય ? જાણો અહીં

ભારત સરકારની આ યોજનાનો પહેલો ધ્યેય સ્વરોજગાર માટે સરળતાથી લોન લેવાનો છે.અને બીજો ધ્યેય, નાના ઉદ્યોગો દ્વારા વધુ પ્રમાણમાં રોજગારનું સર્જન કરવનું છે. જો તમે પણ તમારો પોતાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય અને તમારી પાસે પૂરતી મૂડી ન હોય તો, આ યોજનાની મદદથી તમે તમારું સપનું સાકાર કરી શકો છો. અને તમારો ધંધો સારી રીતે ચાલુ કરો શકો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ યોજના માટે કોઇપણ જાતની ગેરંટી આપવી નથી પડતી અને ખુબ જ સરળતાથી લોન મળી જાય છે. આ લોનની અવધીને ફરીથી 5 વર્ષ માટે વધારી શકાય છે. આ વર્કિંગ કેપિટલ લોનને મુદ્રા કાર્ડ દ્વારા આપવામાં આવી શકે છે.

યોજનાની ખાસ યોગ્યતાઓ, જાણો અહીં

કોઇપણ ભારતીય નાગરિક કે ફર્મ જે ખેતી સિવાય બીજો કોઇ વ્યવસાય ચાલુ કરવા ઈચ્છતો હોય અથવા વ્યવસાયને વિકસાવવા ઇચ્છતો હોય તો તેઓ આર્થિક જરૂરિયાતો સંતોષવા પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકે છે. અને પોતાનો ધંધો ચાલુ કરી શકે છે.

યોજનામાં મહિલાઓ પર ખાસ ધ્યાન દોરશે

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું આખું નામ માઇક્રો યૂનિટ ડેવલપમેન્ટ રીફાઇનેન્સ એજન્સી છે. મુદ્રા યોજનાની ખાસ વાત એ છે કે, આના અંતર્ગત લોન લેનાર ચાર વ્યક્તિઓમાં ત્રણ મહિલાઓ છે. 23 માર્ચ 2018 સુધીના આંકડાઓ અનુસાર 228144 કરોડ રૂપિયાની લોન મંજૂર થઈ ચૂકી છે. સરકારે આ વર્ષે માર્ચ સુધીમાં 220596 કરોડ રૂપિયાની લોન આપી છે.

મુદ્રા લોનના પ્રકાર, જાણો અહીં

મુદ્રા યોજના અંતર્ગત વિવિધ વ્યવસાયોને ધ્યાનમાં રાખીને લોનને ત્રણા ભાગોને વિભાજિત કરવામાં આવી છે.

શિશુ લોન: 50,000 સુધીની લોન મેળવી શકાય

કિશોર લોન: 50,000 થી 5,00,000 સુધીની લોન મેળવી શકાય

તરૂણ લોન: 5 લાખથી 10 લાખ સુધીની લોન મેળવી શકાય

મુદ્રા અંતર્ગત આપવામાં આવતી લોનના વ્યાજદર 12 ટકા પ્રતિવર્ષ છે. આ યોજનામાં સરકાર દ્વારા કોઇ સબ્સિડી આપવામાં આવતી નથી. જો આવેદકે બીજી કોઇ યોજના અંતર્ગત સબ્સિડી માટે અરજી કરી હોય જેમાં સરકાર કેપિટલ પ્રદાન કરતી હોય તો એ સબ્સિડીને મુદ્રા લોન સાથે લિંક કરવામાં આવી શકે છે.

યોજનાના અનેક લાભ, જાણો અહીં

મુદ્રા યોજના અંતર્ગત લોન લેવા માટે કોઇપણ જાતની ગેરંટીની જરૂર નથી. વધુમાં તેમાં કોઇપણ જાતનો પ્રોસેસિંગ ચાર્જ પણ લેવામાં નથી આવતો. લોન ચૂકવવાની અવધીમાં 5 વર્ષ સુધીનો વધારો કરી શકાય છે, લોન લેનાર વ્યક્તિને મુદ્રા કાર્ડ મળે છે, જેની મદદથી તે જરૂર મુજબ ખર્ચ કરી શકે છે.

કેવી રીતે લઈ શકાય PMMY લોન? જાણો અહીં

આ યોજના અંતર્ગત લોન માટે તમારે સરકારી કે બેન્કની શાખામાં અરજી કરવાની રહેશે. જો તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હોય તો ઘરનો માલિકીનો હક કે ભાડા કરારના દસ્તાવેજ, કામની માહિતી, આધાર, પાન નંબર સહિતના દસ્તાવેજ આપવાના રહેશે. બ્રાન્ચના મેનેજર તમને આ અંગેની બધી જ માહિતી આપશે. જેના આધારે તમારી લોન મંજૂર થઈ શકે છે. કામકાજની રીતના આધારે બેન્ક મેનેજર તમને એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનું પણ કહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *