ગુજરાત(gujarat): રાજ્યમાં હાલમાં બનેલ લઠ્ઠાકાંડ(Lattakand) ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. આ લઠ્ઠાકાંડમાં 55 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. કોઈએ પિતા ગુમાવ્યા, તો કોઈએ પતિ ગુમાવ્યા, કોઈએ પુત્ર ગુમાવ્યો. કેટલાય પરિવારો નિરાધાર બની ગયા છે. ત્યારે આવા પરિવારો માટે હવે લોકો સહાય કરી રહ્યા છે.
લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને સંવેદના વ્યક્ત કરી મોરારિબાપુ(Moraribapu) દ્વારા નિસહાય-નિરાધાર થયેલા પરિવારો રાહતરાશિ અર્પણ કરવામાં આવી છે. મહુવા બ્યુરો. તાજેતરના લઠ્ઠાકાંડ બાદ અસહાય બનેલ લોકોનાં પરિજનો તરફ સંવેદના વ્યક્ત કરી મોરારિબાપુ દ્વારા રાહતરાશિ અર્પણ કરવામાં આવેલ છે.
મોરારિબાપુએ લઠ્ઠાકાંડ અંગે જણાવતા કહ્યું કે, થોડા દિવસો પહેલા બોટાદ તેમજ અમદાવાદ જિલ્લાના અમુક ગામોમાં ઝેરી દારૂ પીવાને કારણે 57 જેટલા લોકોને કાળનો ભેટો થયો હતો, આ ઉપરાંત અનેક લોકોને અન્ય ઈજાઓ પણ થઈ હતી. એક તરફ ઘરની મહત્વની વ્યક્તિનું મૃત્યુ થયું અને બીજી તરફ તેને કારણે આર્થિક નુકસાન પણ થયું. વ્યસનને કારણે જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા તે ઘટના નિંદનીય છે.
વધુમાં જણાવતા મોરારિબાપુએ કહ્યું, સમાજમાં આ પ્રકારની ઘટનાઓ બને તે વખોડવાને પાત્ર જ છે પરંતુ પરિવારની કોઈ વ્યક્તિની ભૂલને લીધે તેમના પરિવારજનોનો શો વાંક ? આથી મોરારિબાપુએ લઠ્ઠાકાંડની ઘટના માં માર્યા ગયેલાઓના પરિજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિવારજનોને તત્કાલ 5000 રૂપિયા ની સહાયતા પહોંચતી કરવા જણાવ્યું છે. 2 લાખ 25 હજારથી વધુ રકમની સહાય ચિત્રકૂટ ધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા રુબરુ જઈ પહોચતી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.