POK Will Merge With India After Some Time: કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહના નિવેદને પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે, “પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) થોડા સમય પછી આપોઆપ ભારતમાં ભળી જશે…”(POK Will Merge With India After Some Time) તેમણે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, POKના લોકોની માંગ છે કે, આ પ્રદેશને ભારતમાં ભેળવી દેવામાં આવે અને આ મુદ્દે ભાજપનું શું વલણ છે?
દૌસા પહોંચ્યા હતા ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહ
મળતી માહિતી મુજબ, કેન્દ્રીય મંત્રી વીકે સિંહ રાજસ્થાનના દૌસામાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, POK આપોઆપ ભારતમાં આવી જશે. થોડી રાહ જુઓ. તેમની ટિપ્પણીઓ પણ ચીને તેના નવા પ્રમાણભૂત નકશાને બહાર પાડ્યાની પૃષ્ઠભૂમિમાં આવે છે. જેમાં કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને દક્ષિણ ચીન સમુદ્રના કેટલાક વિવાદિત વિસ્તારોના અક્સાઈ ચીનનો પણ સમાવેશ થાય છે. જોકે, વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના નકશા પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ચીનની જૂની આદત છે.
#WATCH PoK अपने आप भारत के अंदर आ जाएगा, थोड़ा सा इंताज़ार करना होगा: PoK के लोगों की मांग पर कि उन्हें भारत में विलय किया जाए पर केंद्रीय मंत्री जनरल (सेवानिवृत्त) वी. के. सिंह (11.09.2023) pic.twitter.com/svlTXL3SQ6
— ANI_HindiNews (@AHindinews) September 12, 2023
વિદેશ મંત્રી જયશંકરે ચીનને આપી છે ચેતવણી
એસ જયશંકરે એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ચીને એવા વિસ્તારોના નકશા બહાર પાડ્યા છે જે તેમના નથી. માત્ર ભારતના અમુક ભાગો સાથેનો નકશો જાહેર કરવાથી કંઈ બદલાશે નહીં. અમારે શું કરવાનું છે તે અંગે અમારી સરકાર એકદમ સ્પષ્ટ છે. આપણો વિસ્તાર કેટલો દૂર છે? તેમણે કહ્યું કે, વાહિયાત દાવા કરવાથી અન્ય લોકોનો વિસ્તાર તમારો નથી બની જતો.
ગોવા SCO કોન્ફરન્સમાં પાકિસ્તાનની ટીકા
તેમણે કહ્યું હતું કે, સરકારે હંમેશા કહ્યું છે કે, PoK ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે… તેમણે તેમના સંયુક્ત સંદર્ભોમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવા બદલ પાકિસ્તાન અને તેના સાથી ચીનની ટીકા કરી છે. મે મહિનામાં ગોવામાં SCO સમિટ દરમિયાન જયશંકરે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને નાણાં પૂરા પાડવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube