સુરત(Surat): અગ્નિપથ યોજના(Agneepath Scheme)ને લઈને ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બીજી તરફ આ યોજનાના વિરોધમાં ભારત બંધનું એલાન(India closed) આપવામાં આવ્યું હતું. જેને કારને સુરત પોલીસ એલર્ટ(Surat Police Alert) મોડમાં જોવા મળી રહી છે. પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગ(Patrolling) શરૂ કરી દીધું છે. ભારતની બંધની કોઈ અસર જોવા મળી નથી તેમ છતાં પણ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
સેનાની અગ્નિપથ યોજનાનો ઘણાં રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઘણાં સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને કારને રાખીને સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરતમાં પોલીસની જુદી જુદી ટીમ તૈયાર કરી દેવામાં આવી છે.
સુરત શહેરમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ ડોહળાય નહી તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. અગ્નિપથ યોજનાને લઈને સુરત શહેરમાં કોઈ મોટો વિરોધ હજુ સુધી સામે આવ્યો નથી. પરંતુ શહેરની શાંતિ અને સલામતી માટે પોલીસ એલર્ટ બની ગઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ શરુ કરી દેવામાં આવ્યું છે અને શહેરમાં ભારત બંધની અસર શહેરમાં જોવા મળી નથી. સુરતમાં જનજીવન રાબેતા મુજબ શરુ છે. શહેરમાં આ મામલે કોઈ પણ વિરોધ સામે આવ્યો નથી.
ભારત બંધના એલાનને લઈને સુરત પોલીસ સજ્જ થઇ ગઈ છે. પોલીસના 39 માણસો સાથે ની ટુકડી તૈયાર કરી દેવામાં આવી છે. ટીયર ગેસના સેલ સહિત તમામ શસ્ત્રો સાથે સુરત પોલીસ સજ્જ કરી દેવામાં આવ્યા છે. શહેરની શાંતિ ડોહળાય નહીં તે માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.