છતરપુર પોલીસ અને છત્તરપુર નગર પાલિકાની એક ટીમ દેશભક્તિના ગીતો દ્વારા કોરોનાવાયરસને લીધે કરવામાં આવેલા લોકડાઉનને લઈને લોકોમાં જાગૃતિ લાવી રહી છે. શહેરમાં પોલીસ કર્મચારી અને સ્થાનિક કલાકારો એક સાથે અભિયાન ચલાવી રહ્યા છે. અને આ ભાવુક વિડીયો વાઈરલ થયો છે. આપ સૌને પણ અમારી અપીલ છે કે આપ પણ કામ વગર બહાર નીકળવાનું ટાળો, કોરોનાથી બચો. તંત્ર અને પોલીસને સહયોગ કરો.
વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, પોલીસકર્મી માઈકમાં ‘દિલ દિયા હૈ, જાન ભી દેંગે’ ગીત ગાઈને લોકડાઉનમાં ઘરે બેસેલા લોકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ વધાર્યો હતો. સાથે સાથે લોકડાઉનના સમયે બહાર ન નીકળવાનો મેસેજ પણ આપ્યો. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 437 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે અને 34 લોકો મોતને ભેટી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news