અનેક વાર જૂની અદાવતનું ધીંગાણું એટલું મોટું થાય છે કે, બદલો લેવો મોંઘો પડી જાય છે. આખા ગામમાં ફજેતી થાય છે એ જુદું. આવો જ એક બનાવ જામનગર પાસે આવેલા ખંભાળીયામાં બન્યો છે. જામનગર જીલ્લાનાં ખંભાળિયામાં એક યુવાનને 2 વ્યક્તિએ શહેરનાં રસ્તા પર કપડાં વિના ફેરવ્યો હતો. બનાવને પગલે લોકોનાં ટોળાં આ જોવા માટે નીકળી પડ્યા હતા.
આ 2 વ્યક્તિ જુગારનાં કેસમાં પકડાયા હતાં. યુવાકનાં હાથ પકડીને 2 વ્યક્તિએ ખંભાળીયાનાં રસ્તા પર નગ્ન કરીને ફેરવાયો હતો. જોકે, આવાં જઘન્ય કૃત્યથી પોલીસની કામગીરી ઉપર મોટા સવાલ થાય છે. આ યુવાકે જૂની અદાવતમાં પોલીસ પાસે FIR નોંધાવી હતી. જેથી આ બન્ને વ્યક્તિઓએ યુવકને નગ્ન અવસ્થામાં શહેરમાં ફેરવ્યો હતો.
નગ્ન અવસ્થામાં આવેલા યુવાકને જોવા માટે લોકો રસ્તા પર આવી ગયા હતા. જોકે, ત્યાર બાદ આ યુવાનને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેને પોલીસ સ્ટેશને તે જ અવસ્થામાં લઇ જવામાં આવ્યો હતો. લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુક્યો હતો.
રસ્તામાં પોલીસે તેને મેથીપાક પણ આપ્યો હતો. વધુ લવારી કરતા રસ્તા વચ્ચે બીજા એક વ્યક્તિએ પણ તેને માર્યો હતો. જૂની અદાવતનો ખાર રાખીને 2 વ્યક્તિઓએ આ યુવકને નગ્ન કરીને આખા ખંભાળીયામાં ફેરવ્યો હતો. જો કે, આ બનાવે મીડિયાને દૂર રાખી છે. જ્યારે આ વિશે મીડિયાએ પૂછ્યું તે સમયે કોઈ પદાધિકારીએ ફોડ પાડ્યો હતો નહી. બાદ ફરિયાદની કોપી પણ આપી હતી.
આ યુવાકે ફેસબુક પર લાઈવ થઈને ક્રિકેટનાં સટ્ટાનાં કેસનાં અપરાધી વિશે ચર્ચા કરી હતી. આ શખ્સ દ્વારા ચારણનો ચોરો નામથી એક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. એમાં તેણે એક વીડિયો પણ મુક્યો હતો. જેનું દુઃખ લગતા એ કેસનાં આરોપીઓએ ચોક્કસ કાવતરૂ રચીને શારદા સિનેમા પાસેથી યુવાકને ઉઠાવ્યો.
કારમાં બંધ કરીને વિરમદળ રોડ પર લઈ આવ્યા હતા. બાદ ઢોરમાર મારીને મોબાઈલ તોડી નાંખ્યો. બાદ તેના કપડાં કાઢીને આખા ગામમાં પણ ફેરવ્યો હતો. માણસી ભોજાણી તેમજ કાના જોધા ભોજાણીને બદનામ કરવા માટે યુવકને આવી સજા મળી. માત્ર આટલું જ નહીં તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle