એક, બે નહિ પણ 6 યુવતીઓને લફરાબાજ આધેડે ચૂંગાલમાં ફસાવી બનાવી ચુક્યો હતો પત્ની, પરંતુ સાતમાં લગ્ન કરવા ગયો અને આ રીતે ફૂટ્યો ભાંડો અને ખુલ્યા તમામ કારનામાં. ઝારખંડ(Jharkhand)ની રાજધાની રાંચી(Ranchi)માં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે પોતાની ઓળખ અને ધર્મ છુપાવીને 6 લગ્ન કર્યા હતા અને સાતમાં લગ્ન(Marriage) કરવાની તૈયારી કરી રહ્યો હતો. હકીકતમાં, અસલમ નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે, જેણે અત્યાર સુધી 6 વખત લગ્ન કર્યા હતા અને તેમની સાથે છેતરપિંડી કરતો હતો.
50 વર્ષનો આધેડ આરોપી અસલમ ધનબાદના ભુલીનો રહેવાસી છે અને તે પોલીસ અધિકારી હોવાનો નાટક કરીને છોકરીઓને ફસાવતો હતો. અસલમ સાતમી વખત લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે દરમિયાન તેની અસલી ઓળખ, ધર્મની ખબર પડી. પોતાને સંજય ગણાવતો અસલમ કોઈક રીતે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
શહેરના ડીએસપી કુલદીપ કુમારે જણાવ્યું કે, પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી, પરંતુ આરોપી ધરપકડથી બચી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે અસલમની રાંચીમાંથી ધરપકડ કરી હતી.
તેની સામે સગીર સાથે લગ્ન કરવા અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે આદિવાસી સગીર અને લઘુમતિને ડરાવી-ધમકાવીને ધર્મ છુપાવીને 6 વખત લગ્ન કરવાના મામલે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
અસલમ લગ્ન માટે છોકરીઓની સામે પોતાને પોલીસ ઓફિસર ગણાવતો હતો. તેની ધરપકડ બાદ સિટી ડીએસપી કુલદીપ કુમારે કહ્યું કે અસલમ વિરુદ્ધ રાંચી, ધનબાદ, ટોપચાંચી અને ચાસમાં ઘણા કેસ પેન્ડિંગ છે. તેનો ગુનાહિત ઈતિહાસ છે અને તે એક કેસમાં 2021માં જેલમાં પણ ગયો હતો. રિપોર્ટ અનુસાર આરોપી અસલમ પૈસાની લાલચ આપીને હિન્દુ આદિવાસી અને મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.