જમુઈ(Jamui): જમુઈમાં શનિવારે એક પોલીસકર્મી (policeman)એ પોતાને ગોળી મારી જીવન ટૂંકાવી દીધું છે. નગર પોલીસ સ્ટેશનમાં તૈનાત બિહાર પોલીસ કોન્સ્ટેબલ ગુંજન કુમારે પારિવારિક વિવાદમાં આ પગલું ભર્યું અને પોતાની જાતને ગોળી મારી દીધી. જવાન ગુંજન કુમાર રેફર થયા બાદ પટના જતી વખતે મૃત્યુ પામ્યા હતા. બિહાર(Bihar) પોલીસના આ કોન્સ્ટેબલે શહેરના બિહારી વિસ્તારમાં તેના ઘરે તેની સર્વિસ રિવોલ્વરથી આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ઘટનાની માહિતી મળ્યા બાદ જવાનને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી ડોક્ટરે તેને સારી સારવાર માટે પટના રેફર કર્યો હતો, પરંતુ પટના જતા સમયે તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ બિહાર પોલીસ કોન્સ્ટેબલ ગુંજન કુમારનો તેની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હતો. પોતાને ગોળી મારતા પહેલા જવાને ગઈકાલે રાત્રે નાઈટ ડ્યુટી પણ કરી હતી. ત્યારે ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેના ઘરેથી સર્વિસ રિવોલ્વર કબજે કરી હતી.
બિહાર પોલીસનો આ જવાન બેગુસરાય જિલ્લાનો રહેવાસી હતો, જે હાલમાં નગર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. કહેવામાં આવી રહ્યું છે કે ગત રાત્રે પણ તે ડ્યૂટી કરીને સવારે ઘરે પરત ફર્યો હતો, જ્યાં તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને પછી તેણે પોતાને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ પોલીસની ટીમ જવાનના ઘરે પહોંચી અને તેને સારવાર માટે સદર હોસ્પિટલમાં લઈ આવી.
જાણવા મળ્યું છે કે, જવાન ગુંજન કુમારને 3 વર્ષનો છોકરો છે. ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ, આપઘાત કરનાર પોલીસકર્મી તેની પત્ની વચ્ચે અવાર નવાર ઝગડાઓ થતા હતા. ત્યારે તાજેતરના કેટલાક દિવસોથી બંને વચ્ચેનો વિવાદ ઉગ્ર બની ગયો હતો, જેના કારણે તેમની વચ્ચે વાતચીત પણ બંધ થઈ ગઈ હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.