હાલની પરીસ્થીતી જોતા લાગે છે કે ભારત કોરોનાના ત્રીજા સ્ટેજમાં જતું હોય તેવું લાગી રહ્યું છે. હવે જે રીતે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભયંકર તબાહી મચાવી છે તે પરીસ્થીતી ભારતમાં ના થાય તે માટે પોલીસ તંત્ર દિનરાત સેવા કરી રહ્યા છે. ગુજરાતમાં પણ એક એવા પોલીસ છે જેને આવતા 3 મહિનામાં જ નિવૃત થવાના છે અને સાથે-સાથે તેમને બે વખત હાર્ટએટેક પણ આવી ગયા છે, તેમાં છતાં તેઓ 8 કલાક સુધી સેવા બજાવી રહ્યા છે. (DEMO PIC)
ગુજરાતના અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સેવા આપી રહેલા બજાવતા ASI બચુભાઈ શેનવા ખરા અર્થમાં એક સોશિયલ સોલ્જર સાબિત થયા છે. બે વખત હાર્ટ એટેક આવ્યા હોવા છતા તેઓ દરરોજની 8 કલાકની ડ્યૂટી કરે છે. બચુભાઈ જણાવે છે કે, મારી 58 વર્ષની ઉંમર થઈ. અત્યારે હાર્ટ 25થી 30 ટકા કામ કરે છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ ઓછી છે.
આ પહેલા ડેંગ્યુ અને ચિકનગુનિયા પણ થઈ ગયો હતો. પણ અત્યારે જે સ્થિતિ છે એની ગંભીરતા સમજીને ડ્યૂટી કરી રહ્યો છું. હાલમાં લોકોને મારી એક જ અપીલ છે કે, અત્યારે આપણે સૌ કોરોના વાયરસના સામે મોટી જંગ લડી રહ્યા છીએ. કોરોના વાયરસની કોઈ દવા નથી. ઘરમાં રહેવું અને પોતાનું ઘ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે. એટલે મહેરબાની કરીને ઘરની બહાર ન નીકળો. પોલીસને સાથ સહકાર આપો.
ત્રણ મહિના બાદ બચુભાઈ શેનવા પોલીસ ખાતામાંથી નિવૃત થઈ રહ્યા છે. તેઓ અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહે છે. એમની દરરોજ બપોરે 3 વાગ્યાથી લઈને 11 વાગ્યાની શિફ્ટ ડ્યૂટી હોય છે. બચુભાઈ જણાવતા કહે છે કે, “છેલ્લા 38 વર્ષથી પોલીસ ખાતામાં સર્વિસ કરું છું. વર્ષ 2014 અને 2016માં મને હાર્ટ એટેક આવ્યો હતો.”
બચુભાઈની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવા છતા તેઓ ગુરુકુલ રોડ અને સુભાષ ચોક પોઈન્ટ પર ફરજ અદા કરે છે. બચુભાઈ ઉમેરે છે કે, બને ત્યાં સુધી ભીડ ન કરો. ઘરની બહાર ન જાવ. ઘરમાં બેસી રહો. જે લોકો રોડ પર નીકળે છે અને પોલીસ તેને રોકે છે ત્યારે અમે તમારી સલામતી માટે પૂછપરછ કરીએ છીએ અને અટકાવીએ છીએ. શહેરના જે જુદા જુદા પોઈન્ટ પર પોલીસ ફરજ અદા કરે છે એ તમામ સમાજ-સોસાયટીની સેવા કરે છે. એમને ચા-નાસ્તો તથા જમવાનાની સગવડ પણ આપવામાં આવી રહી છે. લોકોની આ લાગણીને અમે સમજીએ છીએ. લોકો અમારી અપીલને સમજીને સુરક્ષિત રહે અને ઘરમાં રહે એ હવે અનિવાર્ય થયું છે. આરોગ્યને સાચવી રાખવા માટે એ જરૂરી છે.