ગુજરાતમાં ન્યાય માંગવો હવે ગુનો બની ગયો હોય એવું લાગી રહ્યું છે.વિદ્યાર્થીઓના આક્રોશ સામે ગાંધીનગર પોલીસનું દમન સામે આવ્યુ છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે તપાસ થઈ રહ્યાના દાવાઓ થઈ રહ્યા છે. જોકે આજે ન્યાય માટે ગાંધીનગર આવેલા ઉમેદવારો ઉપર પોલીસે આકરુ દમન આચર્યુ છે. શહેરના પથિકાશ્રમ ખાતે આજે એકત્ર થયેલા ઉમેદવારોએ ભાગદોડ મચાવી છે. જે રીતે આતંકવાદી અને ગુંડાઓને પકડી પાડવા માટે પોલીસ દોડતી હોય તે રીતે પોલીસે વિદ્યાર્થીઓને દોડાવ્યા હતા અને અટકાયત કરી છે. જોકે અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓએ પણ રોષ વ્યક્ત કર્યો હતો.અને પોલીસની દમનગીરી નીતિ સામે રહીશોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે.
આજે વિદ્યાર્થીઓના રોષના કારણે પાટનગર ગાંધીનગર સમરાંગણમાં ફેરવાયુ છે. જોકે પોતાના ન્યાય માટે ગાંધીનગર પહોંચેલા વિદ્યાર્થીઓ દેખાવ કરવાનું શરુ કરે તે પહેલા જ અટકાયતો શરૂ કરી દેવામાં આવી હતી.અને સેંકડો વિદ્યાર્થીઓની અટકાયત થઈ. જોકે ગાંધીનગરમાં પોલીસે જે રીતે વિદ્યાર્થીઓ સાથે વર્તન કર્યુ તેનાથી પોલીસ કામગીરી પર સવાલ ઉઠ્યા છે. પોલીસે આતંકીઓ જેવુ વર્તન કર્યાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યો હતો. એટલું જ નહી. પોલીસે દોડાવી દોડાવીને વિદ્યાર્થીઓ અટકાયત કરી છે.
students are in police custody#saveGujratstudents pic.twitter.com/ClLuxxo5Rc
— Shailesh Roliya (@RoliyaShailesh) December 4, 2019
બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના પુરાવા સહીત ખુલાસા થયા બાદ આજે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે એકત્ર થવાના હતા. પંરતુ વિદ્યાર્થી ઉમેદવારો એકત્ર થાય તે પહેલા પોલીસની દમનગીરીની નીતિ જોવા મળી છે. પોલીસે વિદ્યાર્થીઓને ભગાવી ભગાવીને અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓની અટકાયત કરીને સેકટર સાતમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે મહિલા વિદ્યાર્થીઓની પણ અટકાયત કરી હતી.ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી અને પથિકાશ્રમ પાસે પોલીસ થી બચવા માટે ઉમેદવારોએ રીતસરની દોડ લગાવી પડી હતી.જે પોલીસનું કામ સુરક્ષા કરવાનું છે.જે પોલીસનું કામ ન્યાય માટે ઝઝુમતા લોકોને સાથ આપવાનું છે. તે જ પોલીસ આજે દોડાવી દોડાવીને ઉમેદવારોની અટકાયત કરતી જોવા મળી..
પોલીસ દમનના મુદ્દે વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓને ઘરેથી જ કહી ને મોકલ્યા છે કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ઘરે નહીં આવતા, ભલે અઠવાડિયું થાય કે પંદર દિવસ. આ ઉપરાંત અન્ય એક વિદ્યાર્થી નું કહેવું છે કે કેટલી વખત દમન કરવામાં આવશે, પોલીસ અમારા ઉપર દમન કરવાની જગ્યાએ બળાત્કારીઓ ઉપર કેમ લાઠી નથી વરસાવતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.