બનાસકાંઠા(ગુજરાત): હાલમાં પોલીસ દ્વારા સતત વોચ રઝ્ખીને જુગારધામ અને દારૂની હેર-ફેરી કરતા બુટલેગરોને પકડી પાડવામાં આવી રહ્યા છે. દારૂબંધી અને જુગાર રમવા પર પ્રતિબંધી હોવા છતા રેલમછેલ અને જુગારધામના અડ્ડા ધમધમતા હોય છે ત્યારે બનાસકાંઠામાં જુગારધામ પર દરોડો પાડવામાં આવતા એક યુવકે જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. બાતમી મળતા પોલીસ દ્વારા જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી જેમાં ભાગવાનો પ્રયાસ કરતા જુગારીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
જાણવા મળ્યું છે કે, બનાસકાંઠાના ચંડીસર GIDC પાસે જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ રેડ પાડતા અનેક જુગારીઓમાં નાસ ભાગ મચી ગઈ હતી. આ દરમિયાન પોલીસે જુગારીઓનો પીછો કરતી વખતે સલ્લા ગામનો સુનિલ કોટડિયા ભાગવા જતા યુવક પટકાયો હતો. જેમાં તેના માથાના ભાગે ઈજા થતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરતું તેનું મોત નીપજ્યું હતું.
જોકે, ઘટનાના પગલે DYSP સહિતોનો પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોચી ગયો હતો. મહત્વનું છે કે, પોલીસ રેડ દરમિયાન અનેક જુગારીઓ ફરાર થઈ ગયા હતા. પરતું, અનાર-નવાર જુગારધામ પર રેડ પાડવા જતી પોલીસની કામગીરી સામે પણ ઘણા સવાલ ઉઠી રહ્યા છે.
અનેક જગ્યાએ જુગારના અડ્ડા ધમધમતા હોય છે ત્યારે પોલીસ જાણતી હોવા છતા તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બાદમાં અચાનક રેડ પાડવામાં આવે છે પરતું આજે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવતા પરિવારે પોતાનો દિકરો ગુમાવ્યો છે. ત્યારે હવે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું છે. આ ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ મૃતકના પરિવારજનોમાં હાલ મોતનો માતમ છવાઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.