સુરત(Surat): શહેરમાં ક્રાઈમ (Crime) દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા થોડા સમયથી સ્પા (Spa) ની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધાની ઘટનાઓ પણ ખુબ જ વધી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં કેટલાય કુટણખાના ઝડપી પાડ્યા છે, ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વરાછા વિસ્તારના બોમ્બે માર્કેટ નજીક સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવનાર કૂટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા.
સ્પાની આડમાં કૂટણખાના પર પોલીસના દરોડા:
પોલીસને બાતમી મળી હતી કે, Surat ના વરાછા વિસ્તારના બોમ્બે માર્કેટ પાસે આવેલા તાપ્તી ગંગા માર્કેટમાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનું કૂટણખાનું ચલાવવામાં આવે છે. તેથી માહિતીને આધારે વરાછા પોલીસે જુદી જુદી ટીમ બનાવી દરોડા પાડ્યા હતા. આ દરમિયાન Surat પોલીસે દરોડા પાડતા ગેરકાયદેસર દેહ વ્યાપારનું કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું.
સંચાલક, લલનાઓ અને ગ્રાહકોની કરી ધરપકડ:
આ દરમિયાન પોલીસે ત્યાંથી દેહ વ્યાપાર સાથે સંકળાયેલ પાંચ જેટલી લલનાઓ, એક સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર સંચાલકની અને ત્યાં આવેલા દસ જેટલા ગ્રાહકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. એટલે કુલ 16 થી વધુની ધરપકડ કરી હતી. પોલીસે આ તમામ સામે ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પોલીસે પકડાયેલ તમામ આરોપી પાસેથી રોકડ અને 12 જેટલા મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.