સુરતમાં ધમધમી રહ્યો હતો શ્રાવણીયો જુગારધામ- ૧૮ જુગારીઓ સાથે લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

સુરત(ગુજરાત): શ્રાવણમાં માસમાં રાજ્યમાં ઠેકાણે-ઠેકાણે મોટી સંખ્યામાં જુગારધામ ચાલી રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડીને વરાછા,…

સુરત(ગુજરાત): શ્રાવણમાં માસમાં રાજ્યમાં ઠેકાણે-ઠેકાણે મોટી સંખ્યામાં જુગારધામ ચાલી રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડીને વરાછા, ડિંડોલી અને સચિનમાં ચાલતા તીન પત્તિના હારજીતના ખેલને ઝડપી પાડવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં પાડેલી રેડમાં 18 જુગારી સાથે 1.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. વરાછા પોલીસે ગઈકાલે રાત્રે 7 વાગ્યાના અરસામાં બાતમીના આધારે વરાછા જગદીશનગર ભોળાનાથ એપાર્ટમેન્ટ ત્રીજો માળે એ 17 વાળી રૂમમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા રૂમમાં જુગાર રમતા દિનેશભાઇ ડાયાભાઇ વાધમસી (૨હ . આ 17, રમી 2જા માળે,ભોળનાથ એપાર્ટમેન્ટ જગદીશ નગર એલ.એચ.રોડ વરાછા), ગીરીશભાઇ ભીખાભાઇ સોજીત્રા (રહે.ઘર નં બી5,બીજા માળે ઓપેરા પેલેસ ખોલવડ રોડ લસકાણા), મધુભાઇ બાબુભાઇ ડાભી (રહે ઘર નં-63, સત્તાધાર સોસાયટી,માતાવાડી વરાછા), સુરેશભાઇ વાલજીભાઇ બારૈયા (રહે.ઘર નં-189,બીજા માળે,નીલકંઠ સોસાયટી મારુતી ચોકવરાછા), ચિરાગભાઇ કિશોરભાઇ મકવાણા (રહે.ધર નં- 132, ભક્તિ નગ૨ સોસાયટી,વિભાગ-01 ધરમ નગર રોડ કાપોદ્રા), અશોકભાઇ મગનભાઇ કવાડ (રહે. ઘરનં-415, મુક્તિધામ સોસાયટી અર્ચના સ્કુલની પાછળ પુણાગામ), શૈલેશભાઇ કનુભાઇ વળાયા (રહે ઘર નં-63, સત્તાધાર સોસાયટી,માતાવાડી વરાછા) અને વલ્લભભાઇ નાનજીભાઇ બાંભણીયા (રહે.ઘર નં-548,વર્ષા સોસાયટી વિભાગ 02,લાભેશ્વર વરાછા)ને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસે તમામ પાસેથી રોકડા રૂપિયા 40900 તથા 10 મોબાઇલ મળી રૂપિયા 83040 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ડિંડોલી પોલીસ દ્વારા બાતમીના આધારે ડીંડોલી ભેસ્તાન આવાસ શાકમાર્કેટમાં જાહેરમાં જુગાર રમતા આમીર અલ્તાફ શેખ (રહે-સી/55 ભેસ્તાન આવાસ ડીડોલી), ઇમરાન જીલાની શેખ (રહે ગલીનં. 1 ઉમીદનગર પાંડેસરા), જાવીદ ઉર્ફે ગાપા અઝીજ શેખ (રહે-એ/111/11 ભેસ્તાન આવાસ ડીંડોલી), શાબીર ઉર્ફે ભાંજા ફારૂક શેખ (રહે બી/3/13 ભેસ્તાન આવાસ ડીડોલી), ઇકબાલ મેહમુદ મલેક (રહે-એ 8314 ભેસ્તાન આવાસ ડીંડોલી) મો. જુલ્ફીકાર નિશાર અહેમદ શેખ (રહે-પ્લોટનં. 63,64 અલીફનગર ઉત્ત પાટીયા)ને પકડી પાડી તમામ જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા 9700 તથા 3 મોબાઇલ મળી 24850 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સાચીન પોલીસ દ્વારા ગ્લોરીના વેલીના સામે શિવહરી શોંપીગ સેન્ટરમા આવેલ સૌરાષ્ટ્ર પાન નામની દુકાનની સામે જાહેરમાં જુગાર રમતા જીલભાઇ વિપુલભાઇ મારસોનીયા (રહે-શિતલ નગર ઘર નં.829, ગુ.હા.બોર્ડ ડીકેન્સ સ્કુલ પાસે સચીન), શૈલેષભાઇ રતિભાઇ સાવલીયા (રહે-ઘર નં.8, નિર્મલ રો હાઉસ, ગુ.હા.બોર્ડ સચીન), અયક્રમર વજ્રાંન્સાય નં.8, પારડી ગામ સચીન) અને ગૌ૨વ બળવંતરાય સોલંકી (રહે- ઘર નં.3058, શ્રી રામનગર સોસાયટી ગુ.હા.બોર્ડ કનકપુર સચીન)ને પોલીસ દ્વારા પકડી 17510 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *