ગુજરાતમાં lockdown લાગેલું છે તેમજ તેનું પાલન કરાવી રહેલા પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ મામલો ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો છે. અહીંયા ગોધરા ક્ષેત્રમાં કન્ટેન્ટમેન્ટ જોનને સીલ કરવા ગયેલી પોલીસ પર ગુરુવારની સાંજે હુમલો કરવામાં આવ્યો. પોલીસે ગોધરામાં નવા કોરોનાવાયરસ ના કેસ ને ધ્યાનમાં લેતા વિસ્તારોને સીલ કરવા માટે ગઈ હતી.
Gujarat:A clash broke out between police&locals in Panchmahal in Godhra last night amid #COVID19 lockdown. Leena Patil,SP says,”Barricading of containment area was being done by civic authorities&police,some locals protested&pelted stones.We used tear gas&situation under control” pic.twitter.com/I9c0b2UhS8
— ANI (@ANI) May 1, 2020
પરંતુ સ્થાનિક ભીડ પોલીસ પર પથ્થરમારો કરવા લાગી. પરિસ્થિતિ એટલી હદ સુધી બેકાબુ થઇ ગઈ કે પોલીસને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયર ગેસ છોડવામાં પડ્યા. અત્યાર સુધી ગોધરામાં કોરોનાવાયરસ ના 38 કેસ સામે આવ્યા છે. હાલની કેસની સંખ્યાને ધ્યાનમાં લેતાં પોલીસે વિસ્તારમાં lockdown કડકાઇથી પાલન કરાવવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે અધિકારીઓએ વોર્ડ નંબર 3, ૬ અને ૯ ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ પોલીસ આ આપાતકાલીન પરિસ્થિતિને સામનો કરવા માટે ક્યાં ગઈ અને અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.
પોલીસ કન્ટેન્ટમેન્ટઝોનમાં સીલીંગ અભિયાન ચલાવી પ્રવેશ અને નિકાસ ના માર્ગને બંધ કરવાનું શરૂ કર્યું તેમાં જ સ્થાનિક નિવાસીઓ તેમના પર પથ્થરમારો શરૂ કરી દીધો.
પંચમહાલ જિલ્લાની એસપી લીના પાટીલે જણાવ્યું કે કન્ટેન્ટમેન્ટ ક્ષેત્રમાં પોલીસે નિયંત્રણ માટે પહોંચી જેને લઇને લોકોએ વિરોધ કર્યો અને પોલીસ પર પથ્થરમારો કર્યો. પથ્થરમારો કરનાર લોકોને વિખેરવા માટે પોલીસે રેઈડ પર પાંચ ગેસના સેલ પણ છોડ્યા. પોલીસે બે વ્યક્તિને ગિરફતાર પણ કર્યા છે જે તે ભીડનો ભાગ હતા . હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news