સુરતમાં અવાર-નવાર પીલીસની દાદાગીરીના વિડીયો સામે આવતા રહે છે . ત્યારે આજરોજ અઠવાલાઈન્સ પોલીસનો એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. અઠવાલાઈન્સ પોલીસે કર્ફ્યૂ ભંગના ગુનામાં બે યુવકોની ધરપકડ કરી હતી, જેમને છોડાવવા એક જામીનદાર ચડ્ડો પહેરીને પોલીસ સ્ટેશને ગયા હતા. માત્ર આ નાનકડી વાતમાં પોલીસ સ્ટેશનમાં હોબાળો મચી ગયો હતો.
યુવકને છોડાવવા આવેલ જામીનદાર ચડ્ડો પહેરીને પોલીસ સ્ટેશન આવતા પોલીસે ખાખીનો પાવર બતાવીને રોફ જમાવતા કહ્યું હતું કે, “પેન્ટ પહેરીને આવો.”
જોકે, ત્યાર પછી જામીનદારે પોલીસ સમક્ષ આજીજી કરી હતી. જોકે, તે પછી તેમની સથે આવેલા મિત્રએ જામીનદારને કહ્યું હતું કે, તું મારું પેન્ટ પહેરી લે. ત્યાર બાદ તેણે પોલીસને પૂછ્યું હતું કે, “સાહેબ ચેન્જિંગ રૂમ ક્યાં છે.”
આ સાંભળતાં જ પોલીસ કર્મીએ ગુસ્સે થઈને કહ્યું હતું કે, ‘પોલીસ સ્ટેશનમાં ચેન્જિંગ રૂમ ન હોય. તમે ગાર્ડનમાં બદલી નાખો. આ બાપનો બગીચો નથી.’ આ પછી પણ આ મુદ્દે સતત રકઝક ચાલી હતી અને પોલીસ તથા જામીનદાર સામસામે આવી ગયા હતા.
ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસકર્મીએ પણ જામીનદારને ટપાર્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ચેન્જિંગ રૂમ ન હોવાનું કહ્યું હતું. અંતે, જામીનદારને ત્યાંથી ખસેડ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો.
આ બાબતે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક કોરાટે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં જ્યારે આવો ત્યારે મર્યાદામાં આવવું જોઇએ, આ શીખ આપવા માટે જ ટકોર કરી હતી, બાકી અમારો બીજો કોઈ આગ્રહ ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.