દમણ નજીક દારૂની ખેપ મારતો PSI ઝડપાયો અને કાર માંથી મળ્યો દારુનો ખજાનો

દમણ(ગુજરાત): દમણ પાસે નારગોલ કૉસ્ટેલ હાઇવે બામણપૂજા ચેકપોસ્ટ પર પીએસઆઈ પ્રવીણ બાગલેની કારમાં દારૂની 168 બોટલ સાથે અન્ય એક વ્યક્તિની પોલીસે ધડપકડ કરી હતી. કારમાં…

દમણ(ગુજરાત): દમણ પાસે નારગોલ કૉસ્ટેલ હાઇવે બામણપૂજા ચેકપોસ્ટ પર પીએસઆઈ પ્રવીણ બાગલેની કારમાં દારૂની 168 બોટલ સાથે અન્ય એક વ્યક્તિની પોલીસે ધડપકડ કરી હતી. કારમાં 19,200 રૂપિયાનો દારૂ સાથે 3,29,700 રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો.

દમણથી આવતી એક કારને રોકી ચેક કરતા કારની પાછળના ભાગે સીટ તથા કારની ડીકીમાંથી 168 બોટલ જેની કિંમત 19200 રૂપિયાનો માલ મળી આવ્યો હતો. ભીલાડ પોલીસ મથકે પકડાયેલા વ્યક્તિઓની પૂછપરછ કરતા પ્રીતમકુમાર શંકરભાઇ પટેલ તથા પ્રવીણભાઈ દશરથભાઈ બાગલે નામે સામે આવ્યા હતા. પોલીસે તેમને કસ્ટડીમાં લાવવામાં આવ્યા હતા.

પ્રવીણભાઈ ઉમરગામના કલગામ ખાતે એસઆરપી કેમ્પના પીએસઆઈ હોવાનું સામે આવ્યું હતું. પીએસઆઈ દારૂની ખેપ મારવા માટે કારના બેઝવોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ મૂકી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા જ ભીલાડ પોલીસમાં ફરિયાદ નોંધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *