સુરતનો કયો પોલીસકર્મી બન્યો બુટલેગર? વલસાડ નજીક સેલવાસથી લવાતો અઢળક દારૂ પકડાયો

Valsad Breaking News by Hairatsinh Rathod: ગુજરાતમાં કાગળ પર ની દારૂબંધી વિશે સૌ કોઈ જાણે જ છે દારૂબંધી અમલમાં નથી આવી શકે તેનું કારણ પોલિસ વિભાગ છે, તે સૌ કોઈ જાણે જ છે. પરંતુ સવાલ ત્યારે ઊભા થાય ત્યારે દારૂ પકડનાર પોલીસ જ દારૂ સાથે પકડાઈ જાય. આવો જ કંઈક કિસ્સો સુરતના એક પોલીસકર્મી Ronak Hirani સાથે બન્યો છે. શું છે સમગ્ર ઘટના જાણો?

સુરતના પાંડેસરા પોલીસ મથકના એએસઆઈ રોનક હિરાણીની (Ronak Hirani ASI) દારૂની ખેપ મારતા વલસાડના ડુંગરા પોલીસ સ્ટેશન (Dungara Police Station, Valsad) એ પકડી પાડ્યા છે. બુકલેગરોને પકડતી ખાખી બુટલેગર બની હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરતનો પોલીસ કર્મી 96 હજાર રૂપિયાના દારૂ સાથે પકડાયો છે.

વલસાડ જિલ્લાના વાપીના નાની તંબાડી ચાર રસ્તા પાસેથી ડુંગરા પોલીસની ટીમે સેલવાસથી સુરત તરફ જતી બાતમી વાળી કારને અટકાવી ચેક કરતા સુરતના પાંડેસરા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતો પોલીસ જવાન અને એક ખેડૂત પુત્ર 624 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે વપીની ડુંગરા પોલોસે ઝડપી પાડયા હતા. ડુંગરા પોલીસની ટીમે દારૂનો જથ્થો અને કાર તેમજ 4 મોબાઈલ મળી કુલ 6.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત જિલ્લામાં પોલીસ જવાનોને પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાની ડુંગરા પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે સેલવાસથી એક કાર ન. GJ-13-AM-9193માં સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો લઈને કારનો ચાલક વાપી થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી.

મળેલી બાતમીના આધારે વાપી ડુંગરા પોલીસની ટીમે નાની તંબાડી ચાર રસ્તા પાસેથી બાતમીવાળી કારની વોચ ગોઠવી હતો. જે દરમ્યાન બાતમવાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા કારમાંથી 15 પેટીમાં 624 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે સુરત પાંડેસરા પોલીસ મથકના ASI રોનક નજુમુદ્દીન હિરાણી અને ખેડૂત દિગેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલાની અટકાયત કરી હતી. ડુંગર પોલીસે 96 હજારની કિંમતની 624 બોટલ વિદેશી દારૂનો જથ્થો, 4 મોબાઈલ અને કાર મળી કુલ 6.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

ડુંગરા પોલીસ દ્વારા બુટલેગર પોલીસકર્મી રોનક હિરાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને નામદાર કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પહેલો કિસ્સો નથી જ્યારે કોઈ પોલીસ ગરમી દારૂ હેરાફેરીમાં પકડાયો હોય. આ અગાઉ પણ ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે આ પોલીસ કર્મી સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *