ઉત્તરાયણનાં દિવસે અમદાવાદીઓ રાખજો ધ્યાન! જો થોડી પણ નજર ચુક્યા તો પોલીસ ઘરે આવીને…

થોડા સમય બાદ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. ઉત્તરાયણનો તહેવાર કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે લોકો ઉજવણી કરે એને લઈ શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઉત્તરાયણના તહેવારમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાબા પોઇન્ટ મુકવા આવશે. પોલીસકર્મીઓ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે તેમજ જ્યાં પણ લોકોનું ટોળું અથવા તો માસ્ક વિના દેખાશે એટલે તરત સ્થાનિક પોલીસને જાણ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કુલ 20 જેટલા ડ્રોનથી સંવેદનશીલ વિસ્તારોમાં પણ વોચ રાખવામાં આવશે.

શહેરમાં તહેવારમાં પોલીસનો બંદોબસ્ત રહેશે:
DCP ડો. હર્ષદ પટેલ જણાવે છે કે, ઉત્તરાયણમાં બહાર પાડવામાં આવેલ સરકારના જાહેરનામા પ્રમાણે કોઇપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ વગેરે પર પતંગ ચગાવવા એકત્ર થાય અહીં તે અંગે ઉત્તરાયણના આગળના દિવસે, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં અસરકારક પોલીસ બંદોબસ્ત હશે.

ઉત્તરાયણમાં મકાન, ફલેટના ધાબા અથવા તો અગાશી પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય નહિ તથા પોતાના પરિવારજનો સાથે ઉજવે જેમાં માસ્ક વગર કોઇપણ વ્યકિત મકાન, ફલેટ અથવા તો ધાબા-અગાશી પર એકત્ર ન થાય તેમજ ત્યાં હાજર તમામ લોકોએ સોશિયલ ડીસ્ટન્સનું ફરજીયાતપણે પાલન કરે તે રીતે વ્યવસ્થા ગોઠવાઈ છે.

તકેદારી રાખવા પોલીસ અધિકારીઓને અપાઈ સુચના:
કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેવા કોઇપણ લખાણો અથવા તો ચિત્રો પતંગ ઉપર ન દોરે તથા ધાબાઓ ઉપર લાઉડ સ્પીકર અથવા તો DJ મ્યુઝીક સીસ્ટમનો ઉપયોગ થાય નહિ તે અંગેની પુરતી તકેદારી રાખવા માટેની પોલીસ અધિકારીઓને સુચના અપાઈ છે.

સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટ અને NGTની સુચના અન્યવે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુકકલ, માંજા, પ્લાસ્ટીકની દોરી વગેરે પર પ્રતિબંધ હોવાંથી પતંગ તથા માંજાના વેચાણ સ્થળો પર લોકો એકત્ર ન થાય તેનો પુરતો બંદોબસ્ત રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *