સત્તાધીશોની નજર હેઠળ સરકારી પગારદારનો રાજકિય પ્રચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીના જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સત્તાધીશોની નજર હેઠળ સરકારી પગારદારોનો રાજકીય પ્રચાર શરૂ થઈ ગયો છે. આજરોજ સુરત કલેકટરને એક અરજી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સરકારી કર્મચારી ગેરકાયદેસર રીતે રાજકીય પાર્ટીનો પ્રચાર કરી વિદ્યાર્થીઓને ગેર માર્ગે દોરવા અંગે અરજી મળી છે.

નિયમ અનુસાર કોઈ પણ સરકારી પગારદાર કર્મચારી ચૂંટણીનો પ્રચાર કરી શકતા નથી, પરંતુ હાલ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના NSS ના પદાધિકારી અને સરકારી પગારદાર પ્રકાશચંદ્ર રાજકીય પક્ષનો ખેસ પહેરી ખુલ્લેઆમ પ્રચાર પ્રસાર કરતાં નજરે ચડ્યા છે. આટલું જ નહીં NSS ના જવાબદાર વ્યક્તિ હોવા છતાં રાજકીય પક્ષનો પ્રચાર કરી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

જાણવા મળ્યું છે કે, યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટારને આ વાતની ખબર હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારી પગારદારો રાજકીય પક્ષનો કેસ ધારણ કરી ચૂંટણીનો પ્રસાર કરતાં રાજકારણ ગરમાયું છે. ઉપરી અધિકારીઓને જાણ હોવા છતાં પગલાં ન લેવાતા કલેક્ટરને અરજી લખવાની નોબત આવી છે.

આટલું જ નહીં, પ્રચાર કરનાર પ્રકાશ ચંદ્રએ ચૂંટણી પ્રચારની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ફરતી કરી છે. સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થતા હજુ સુધી કોઈ એક્શન લેવાયા નથી. હવે જોવાનું એ રહ્યું કે, કલેકટર અરજી અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો જોઈ શું પ્રતિક્રિયા આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *