લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ને એક મોટો ઝટકો લાગ્યો છે. કેરલમાં લોકસભા ઉમેદવાર બનાવેલા પ્રકાશ બાબુ નામના નેતાને કોર્ટે ૧૪ દિવસની જેલ કસ્ટડીમાં મોકલી દીધા છે. તિરુવનંતપુરમ્ માં કેરલની કોર્ટે ભાજપના ઉમેદવારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. જે પાછળનું કારણ સબરીમાલા વિવાદ મુદ્દે વિવાદિત નેતાએ એક મહિલા ઉપર હુમલો કર્યો હતો.
પ્રકાશ બાબુ કે જેઓને ભાજપે કોઝિકોડ લોકસભા ક્ષેત્રમાં થી ઉમેદવાર બનાવવા માં આવ્યા છે. તેઓને ફોટો દ્વારા ૧૪ દિવસના રિમાન્ડ માં મોકલવામાં આવ્યા છે. પ્રકાશ બાબુ પર આરોપ છે કે તેઓએ શબરીમાલા મંદિર માં ભગવાન અયપ્પાના દર્શન કરવા આવી હતી, ત્યારે મહિલા ઉપર મંદિરમાં ઘુસવા દેવા માટે કથિત હુમલો કર્યો હતો. આ હુમલો સપ્ટેમ્બર 28 ના રોજ કરવામાં આવ્યો હતો.
કોર્ટ દ્વારા પ્રકાશ બાપુની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. જોકે ભાજપા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રકાશ બાબુ હાઇકોર્ટમાં જામીન અરજી કરશે। પ્રકાશ બાબુ એ નામ જાહેર થતાની સાથે જ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો હતો. જેમાં હવે વિક્ષેપ પડ્યો છે.
પરંપરાગત રીતે 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને ભગવાને અયપ્પાના દર્શન કરવા જવા પર પ્રતિબંધ છે. શબરીમાલા મુદ્દે કોર્ટે આ મહિલાના પ્રવેશ અંગે ના પ્રતિબંધ ને હટાવ્યો હતો. જેને કારણે ડિસેમ્બર મહિનામાં સંઘર્ષ પણ થયો હતો. જેમાં મહિલાઓ પર હુમલા પણ કરવામાં આવ્યા હતા. કેરલમાં ત્રીજા તબક્કાના મતદાનમાં પ્રકાશ બાબુ ચૂંટણી લડવાના છે.