નિ:શુલ્ક શ્રવણ યંત્ર (હિયરીંગ એઇડ) વિતરણ તથા નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન

Published on: 6:41 am, Fri, 29 March 19

શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન નાં સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક શ્રવણ યંત્ર (હિયરીંગ એઇડ) વિતરણ તથા નેત્ર મણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. શ્રવણ યંત્ર માટે લાભ લેનાર દર્દીઓએ ફોટો ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડની ઝેરોક્ષ, સરનામું, આવકનો દાખલો તેમજ પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવો જરૂરી છે.

જરૂરિયાતમંદ દર્દીઓને વહેલા તે પહેલા ના ધોરણે શ્રવણ યંત્ર વિતરણ કરવામાં આવશે. નેત્રમણી આરોપણ કેમ્પમાં જરૂરીયાતમંદ દર્દીઓનું નિદાન કરી મોતિયા,ઝામર તથા વેલ ના ઓપરેશન તદ્દન નિ:શુલ્ક કરી આપવામાં આવશે મોતી અને ઓપરેશન વિશ્વની સૌથી આધુનિક ફેકો પદ્ધતિથી કરી નેત્રમણી આરોપણ કરવામાં આવશે.

નેત્રમણી આરોપણ કેમ્પમાં ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓનું લિસ્ટ બનાવવામાં આવશે અને તે મુજબ અગાઉથી એપોઇન્ટમેન્ટ આપીને કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરના પ્રાઇવેટ દવાખાનામાં વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.

કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર્સ :

કાન – નાક – ગળા વિભાગ :
૧) ડો. સુનીલભાઈ મોદી, ૨) ડો. જતીનભાઈ મોદી, ૩) ડો. દર્શનભાઈ ભટ્ટ, ૪) ડો. વિમલભાઈ હેમાણી, ૫) ડો.જગમાલભાઇ ઘુસર

આંખ વિભાગ : ડો. અનિમેષભાઈ ધ્રુવ (આંખનાં સર્જન)

કેમ્પની વિગત :

તારીખ :
૩૧-૦૩-૧૯, રવિવાર,  સમય : સવારે ૯ થી ૧૧:૩૦ કલાક સુધી

સ્થળ :
શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, “કિલ્લોલ”,૧ – મયુર નગર , પૂર્વ ઝોન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે,
ભાવનગર રોડ રાજકોટ. ફોન નંબર : ૦૨૮૧-૨૭૦૪૫૪૫, ૨૭૦૧૦૯૮

આથી જરૂરિયાતમંદ દર્દીઓએ પોતાનાં આરોગ્યની સુખાકારી માટે આ કેમ્પનો લાભ લેવા શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ જાહેર અપીલ કરે છે.