Poonch Terror Attack: જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પૂંચમાં થયેલા આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ(Five jawans martyred) થયા છે. જવાનોની શહાદતથી દરેકની આંખો ભીની છે. સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે. જમ્મુ-કાશ્મીરના પૂંચ(Jammu-Kashmir Poonch attack)માં ગુરુવારે આતંકવાદીઓ દ્વારા કરાયેલા ઘાતકી હુમલા બાદ સેનાએ આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પુંછ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દરેક શંકાસ્પદ લોકો અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. આ આતંકી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. સાથે જ સેનાએ શહીદ થયેલા જવાનોની ઓળખ કરીને તેમના નામ જાહેર કર્યા છે.
ભારતીય સેનાએ પૂંચમાં શહીદ થયેલા પાંચ જવાનોના નામ કર્યા જાહેર:
તમને જણાવી દઈએ કે આજે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ પૂંચના ભીમ્બર ગલીમાં સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય સેનાએ પૂંચમાં શહીદ થયેલા પાંચ જવાનોના નામ જાહેર કર્યા છે. હવાલદાર મનદીપ સિંહ, લાન્સ નાઈક દેબાશીશ બસવાલ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી હરકૃષ્ણ સિંહ અને સિપાહી સેવક સિંહની ઓળખ શહીદ જવાનો તરીકે થઈ છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આ વિસ્તારમાં વિઝિબિલિટી ઓછી હતી અને ગ્રેનેડ હુમલાને કારણે સેનાની ટ્રકમાં આગ લાગી જવાની આશંકા હતી.
આ બહાદુર જવાનોમાં પંજાબના મોગાના રહેવાસી કુલવંત સિંહનો પણ સમાવેશ થાય છે. કુલવંત સિંહની શહીદી બાદ તેમના પરિવારમાં પણ શોકનો માહોલ છે. કુલવંત સિંહના ગામના લોકોનું કહેવું છે કે, પરિવારનો દીકરો ગયો તેનો અમને દુખ છે, પરંતુ અમે એ વાતથી પણ ખુશ છીએ કે તે દેશ માટે શહીદ થયો. તેમણે આ દેશની ધરતી માટે પોતાનું બલિદાન આપ્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, કુલવંત સિંહને એક પુત્રી અને એક પુત્ર છે.
આખું ગામ પરિવાર સાથે છે: સ્થાનિકો
લોકોનું કહેવું છે, કે અમને ગુરુવારે સાંજે ખબર પડી કે કુલવંત સિંહ શહીદ થઈ ગયા છે. આખા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આખું ગામ અહીં પહોંચી ગયું છે અને પરિવાર સાથે છે. દુઃખ સાથે તેમની શહાદત પર અમને ગર્વ છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કુલવંત સિંહના પિતા પણ કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા.
કુલવંત સિંહનો પરિવાર ભાંગી પડ્યો:
કુલવંત સિંહના પિતાની શહીદી બાદ પરિવાર ભાંગી પડ્યો છે. રડતાં રડતાં સ્વજનોની હાલત ખરાબ થઇ ગઈ છે. કુલવંતના પરિવારજનોએ જણાવ્યું કે, તેને ઘરેથી ગયાનો એક મહિનો પણ થયો નથી. તે વેકેશન પછી એક તારીખ પર ગયો હતો. કુલવંત સિંહની માતાએ જણાવ્યું કે, જ્યારે તેમના પિતા શહીદ થયા ત્યારે તેઓ દોઢ વર્ષનો હતા.
આતંકવાદીઓએ કર્યો હતો કાયરતાપૂર્ણ હુમલો:
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ગુરુવારે આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ભીમ્બર ગલી અને પુંછ વચ્ચે ચાલતા સેનાના વાહનને નિશાન બનાવ્યું હતું. પહેલા સેનાના વાહન પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો અને કાયર આતંકવાદીઓએ ગુપ્ત રીતે સૈનિકો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં સેનાના 5 જવાન શહીદ થયા છે.
પૂંચ હુમલામાં 2-3 આતંકવાદીઓ સામેલ: સૂત્રો
ગુપ્તચર સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે પુંછ હુમલામાં 2-3 આતંકવાદીઓ સામેલ હતા. ઉત્તર-પૂર્વની જેમ જ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં પણ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે આતંકીઓએ ગાઢ ઝાડીઓમાં છુપાઈને હુમલો કર્યો હતો. હાલ હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સૈનિકોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.