આપે ખસખસનું નામ તો ઘણીવાર સાંભળ્યુ હશે. ખસખસનો ના માત્ર સ્વાદિષ્ટ વ્યંજન બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ સ્વાસ્થય માટે ઘણી લાભદાયક છે. આ ના માત્ર હાર્ટ ડિસીઝથી બચાવે છે પરંતુ સ્કિન પર જાદુઈ અસર કરે છે.
શું આપે ક્યારેય સ્કિન માટે ખસખસનો ઉપયોગ કર્યો છે? જો નહીં, તો આજે અહીં આપને સ્કિન માટે ખસખસના ફાયદા અને ઉપયોગ કરવાની રીત વિશે જણાવવામાં આવશે.
1. ખસખસ એક્ઝિમા નામના સ્કિન ઈન્ફેક્શનને મટાડવામાં મદદ કરે છે. આમાં લાઈનોલેનિક એસિડ હોય છે જે સ્કિન પરથી બળતરા અને અન્ય ટૉક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે.
2. આર્યુર્વેદમાં પણ સુંદરતા વધારવા માટે ખસખસને ફાયદાકારક જણાવવામાં આવી છે જો આને દહીં અથવા મધ સાથે મેળવીને લગાવવામાં આવે તો આ એક શ્રેષ્ઠ સ્ક્રબ તરીકે કામ કરે છે. એટલે કે ખસખસ ડેડ સ્કિનને પણ રિમૂવ કરવામાં મદદ કરે છે.
3. ખસખસ સ્કિનને મૉઈશ્ચરાઈઝ પણ કરે છે. આ માટે ખસખસને દૂધ અને મધ સાથે મિક્સ કરીને ચેહરા પર લગાવો. કેટલાક દિવસમાં સ્કિન સૉફ્ટ અને ગ્લોઈંગ થઈ જશે.
4. ખસખસ સ્કિન સિવાય વાળ માટે ફાયદાકારક છે. ખસખસમાં અનસૈચરેટેડ ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ, ઝિંક અને કેલ્શિયમ હોય છે જે સ્કેલ્પને હેલ્દી રાખે છે અને વાળને સુંદર બનાવે છે. આ સિવાય ખસખસ ડેન્ડ્રફની સમસ્યાને પણ દૂર કરે છે.
5. ખસખસ વાળોના ગ્રોથમાં પણ મદદ કરે છે. શેમ્પૂ કર્યા પહેલા વાળમાં ખસખસ લગાવવાથી ઘણા ફાયદા મળે છે. આ માટે ખસખસને પહેલા 1-2 કલાક માટે પલાળી દો અને પછી તેમાં 1 લીંબુ નીચોડો અને 1 ચમચી મધ મેળવો. હવે આ મિશ્રણને વાળમાં સારીરીતે લગાવી દો અને 1 કલાક સુધી રાખો. જે બાદ સ્વચ્છ પાણીથી માથુ ધોઈને શેમ્પૂ કરી લો.