સમગ્ર ગુજરાતમાં કોરોના વકરતા મોટાભાગના મહાનગરોમાં અઘોષિત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં મોટાભાગની દુકાનોને બંધ કરાવી દેવામાં આવી છે. પરંતુ મોટા મોટા ઉદ્યોગોમાં ૫૦ ટકા હાજરીના નામે ફૂલ હાજરીમાં કામ ચાલી રહ્યું છે ત્યારે નાના ઉદ્યોગોને સંપૂર્ણપણે બંધ કરાવી દીધા છે. જેમ કે, સુરત શહેરમાં મોટી મોટી હીરાની ઓફિસોમાં ૧૦૦ ટકા હાજરી સાથે કામ થઇ રહ્યું છે ત્યારે નાની નાની હીરાની ઓફિસો સંપુર્ણપણે બંધ કરાવી દીધું છે. આમ મોટા ભાગની નાની દુકાનોથી લઈને IT કંપનીઓને પણ બંધ કરાવી દીધી છે.
હાલ આ અઘોષિત લોકડાઉનમાં જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા સરકાર દ્વારા કરીયાણા અને શાક માર્કેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. સુરતમાં શાકભાજી વિક્રેતાને કોરોના રીપોર્ટ કઢાવવો ફરજીયાત છે તેવું સુરત SMC દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે દેવેન્દ્ર નામના શાકભાજી વિક્રેતાએ SMCના કહેવા મુજબ આજે ૯ વાગ્યે નજીકના હેલ્થ સેન્ટર ખાતે રિપોર્ટ કરાવ્યો હતો. ત્યાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પરંતુ દેવેન્દ્રને પોતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનમાં શંકાઓ થઇ હતી. એટલે દેવેન્દ્ર ત્યાંથી બેજા હેલ્થ સેન્ટરે પોતાનો રીપોર્ટ કરાવવા માટે ગયો હતો.
છપરાભાઠા સ્થિત SMC હેલ્થ સેન્ટરમાં જયારે દેવેન્દ્ર બીજીવાર પોતાનો કોરોના રીપોર્ટ કરાવવા પહોચ્યો ત્યારે તેના બીજા રીપોર્ટમાં તેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. હવે મોટો સવાલ એ છે કે, ૩૦ મિનીટ પહેલા પોઝીટીવ અને ૧૫ મિનીટ પછીના રીપોર્ટમાં નેગેટીવ? મળતી માહિતી અનુસાર દેવેન્દ્ર પાસે બંને રીપોર્ટ છે. માત્ર 30 મિનિટની અંદર જ એક વ્યક્તિના નેગેટિવ અને પોઝિટિવ બંને રિપોર્ટ આવ્યા હતા.
દેવેન્દ્ર જણાવતા કહે છે કે, મને SMCના લોકોએ કોરોના રીપોર્ટ કરાવવાનું કહ્યું હતું, એટલે હું નવ વાગ્યાના રોજ નજીકના હેલ્થ સેન્ટરમાં કોરોના રીપોર્ટ આવ્યો હતો. ત્યાં મારો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ હું છાપરાભાઠા ગયો હતો અને ત્યાં મેં મારો ફરીથી રીપોર્ટ કરાવ્યો હતો અને ત્યાં મારો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. હાલ સૌથી મોટો સવાલ એ છે કે, ૩૦ મીનીટમાં જ એક વ્યક્તિનો રીપોર્ટ પોઝીટીવ માંથી નેગેટીવ કેવી રીતે થઇ શકે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.