ગત વર્ષે 24 જૂનના રોજ સવારે 6 વાગે વસ્ત્રાલ વિસ્તારમાં સફેદ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરેલો યુવક ફૂટપાથ પર મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો. આ દરમિયાન એક બોલેરો કારે યુવકને પાછળથી ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સાથે જ સીસીટીવીમાં કેદ થયેલા મોતના સમાચાર મીડિયામાં આવવા લાગ્યા અને બેદરકારીથી ડ્રાઇવિંગ પર સવાલો ઉભા થયા. આ દરમિયાન, તપાસ અધિકારીઓને ખબર ન હતી કે આ તપાસ તેમને 6 મહિના પહેલા રચાયેલા ખતરનાક કાવતરા તરફ દોરી જશે. તપાસમાં સનસનીખેજ ખુલાસો થતાં જ મૃતકની પત્ની, પ્રેમી સહિત એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
વેરવિખેર થયું હસતું સુખી કુટુંબ:
પત્ની અને તેના પ્રેમીની માહિતી અને વીડિયો બંને પતિના હાથમાં આવ્યા બાદ આ વાતની ખબર તેની પત્નીને પડતા તેણે પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું અને આ માટે તેણે યાસીન કાણીયા નામના શખ્સને હત્યા કરવા માટે સોપારી આપી. જે મુજબ યાસીને બોલેરો દ્વારા શૈલેષ પ્રજાપતિની હત્યા કરી હતી. કરોડોની જમીનના ધંધામાં સંકળાયેલો શૈલેષ પત્ની શારદા ઉર્ફે સ્વાતિ અને બાળકો સાથે રહેતો હતો. પ્રજાપતિ પરિવારને જોઇને કોઇપણ કહેતા કે આ હસતો-રમતો પરિવાર છે. પરંતુ એક ઘટનાએ આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો.
શૈલેષેએ રૂમમાં હિડન કેમેરા લગાવ્યા હતા:
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસ જી દેસાઈએ જણાવ્યું કે અકસ્માતના લગભગ 4 મહિના પછી ક્રાઈમ બ્રાન્ચને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો. તેમણે પીઆઈને જણાવ્યું કે વસ્ત્રાલમાં 24 જૂને થયેલો અકસ્માત પ્લાન હતો. હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા મળેલી આ કડીથી સમગ્ર હત્યાના રહસ્યનો ખુલાસો કરવામાં મદદ મળી છે. સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન એવું સ્પષ્ટ થયું હતું કે શૈલેષે તેની પત્નીના ગેરકાયદેસર સંબંધની માહિતી મળતાં જ તેના રૂમમાં છુપાયેલા કેમેરા લગાવ્યા હતા, જેમાં પત્ની સ્વાતિ અને નીતિનની અંગત પળોને વીડિયોમાં કેદ કરવામાં આવી હતી. અમે આ ફૂટેજ પણ પાછળથી રિકવર કર્યા.
આ ઉપરાંત પોલીસે સ્વાતિના ફોન કોલની વિગતોના આધારે પણ તપાસ કરી હતી. આ સમગ્ર કેસનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યારે તેની તપાસ રામોલ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. હત્યાની સોપારી લેવાવાળો યાસીન કાણીયા, મૃતકની પત્ની સ્વાતિ અને પ્રેમી નીતિન પ્રજાપતિની ધરપકડ કરીને એમને હાલમાં પોલીસે લોકઅપમાં રખાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.