જુઓ કેવી રીતે એક ગર્ભવતી મહિલા પોલીસ કાળા તડકામાં બજાવી રહ્યા છે પોતાની ફરજ- આ વિડીયો જોઇને…

કોરોના મહામારીની કપરી પરિસ્થિતિમાં સૌથી મોટી સેવા આપણા ડોક્ટર્સ અને પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે. કેટલાય પોલીસ ઓફિસર છે જેમણે કેટલાય દિવસોથી તેમના પરિવારજનોને નથી મળ્યા, કેટલાય તબીબીઓ છે જેઓ પોતે ચોવીસે કલાક હોસ્પિટલમાં હાજર રહીને દરેક દર્દીઓને કોરોનાથી બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાનો જીવ બચાવવા કોરોના સામે લડી રહ્યા છે.

ખરેખર દેશ કોરોનાની જે પરિસ્થિતિમાં ગુજરી રહ્યો છે તે પરિસ્થિતિ માંથી બહાર નીકળવું ખુબ જ જરૂરી છે. કારણ કે દરરોજ લાખો લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે અને હજારો લોકો કોરોનાથી મોતને ભેટી રહ્યા છે. આવા સમય વચ્ચે કોરોના સામે ચોવીસે કલાક લડનાર પોલીસ અને ડોકટરોનું અભિવાદન કરવું આપણો સૌથી મોટો ધર્મ છે. હાલમાં જ દેવતા બનીને એક મહિલા પોલીસ ઓફિસર કોરોનાથી લોકોને બચવવા કામ કરી રહ્યા છે, ખાસ વાત તો એ છે કે આ મહિલા પોલીસ ઓફિસર પોતે ગર્ભવતી છે.

આ ગર્ભવતી મહિલા ઓફિસર DSPની પોસ્ટ પર સેવા બજાવી રહ્યા છે. સોસીયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, આ મહિલા ઓફિસર લોકડાઉનમાં રસ્તા પર લોકોને કોરોનાની દરેક ગાઈડલાઈન્સનું પાલન કરવાનું લોકોને સૂચિત કરતા નજરે દેખાઈ રહ્યા છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે એક ગર્ભવતી મહિલા ઓફિસર ભરઉનાળાના કાળા તાપ વચ્ચે બીજા સાથીદારો સાથે રસ્તા પર પોતાની ફરજ અને કર્તવ્ય બજાવી રહ્યા છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, નાયબ પોલીસ અધિક્ષક શિલ્પા સાહુ શેરીમાં ફરતા નાગરિકોની દેખરેખ રાખે છે. ડીએસપી નાગરિકોને લોકડાઉનમાં તેમને ઘરે પાછા જવા અને તમામ જરૂરી સુરક્ષા પ્રોટોકોલોનું પાલન કરવા માટેનું નિર્દેશન કરતા દેખાઈ રહ્યા છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે એક ગર્ભવતી મહિલા પોલીસ હાથમાં દંડો લઈને લોકોને કોરોનાની તમામ ગાઈડલાઈન્સનું પાલન કરાવવા માટે લોકોને નમ્રતાથી વિનંતી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *