ડાયાબીટીશ થતી કેવી રીતે અટકાવી શકશો? અપનાવો આ ઉપાય..

Published on: 12:59 pm, Wed, 20 March 19

ફિનલેન્ડ સ્થિત (ફિનિશ ડાયાબિટીસ પ્રિવેન્શન સ્ટડી) ના જણાવ્યા મુજબ મોટી ઉંમર વાળાને ડાયાબિટીસ પતિ અટકાવવાના તમારી પાસે ફક્ત ત્રણ રસ્તા બતાવ્યા છે.1 . રોજબરોજ કસરત 2. જીવન શૈલી બદલો 3. વજન ઘટાડો

1.કસરત કરવી….

આખું વિશ્વ જાણે છે અને તમે પણ જાણો છો કે “કસરત કર્યા વગર રોગોને અટકાવવા નો બીજો કોઈ રસ્તો નથી.” ૨૦ થી ૩૦ વર્ષ સુધી તમારી થોડી ઘણી ફિઝિકલ ઍક્ટિવિટી અને વારસાગત સદગુણો ને કારણે તમને હજુ સુધી ડાયાબિટીસ અથવા બ્લડપ્રેશર થયા નથી. ૩૦ થી ૫૦ વર્ષ સુધીનો સમયગાળો એવો છે કે જો તમને કોઈ પણ જાતની ફિઝિકલ ઍક્ટિવિટી એટલે તમને ગમતી કસરત ફક્ત ૪૦ થી ૫૦ મિનિટ નહીં કરવામાં આવે તો તમને આ બંને રોગ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ વાતની ખાતરી દુનિયાના વૈજ્ઞાનિકો ડોક્ટરો અને સંશોધકો વર્ષોથી કહી રહ્યા છે અને કહેતા આવ્યા છે કે તમારે કસરતો કરવી ફરજીયાત છે. કસરત નો સાદો અર્થ થાય કે “શરીરના સાંધા સ્નાયુ અને હૃદયની ક્રિયા”..

કસરત નો અર્થ જોઈએ તો તમે સૂતા હો અને બેઠા થાઓ, બેઠા હો ને ઉભા થાવ, ઉભા થાઓ અને ચાલો અથવા દાદર ચડો કે ઉતરો. સામાન્ય અર્થમાં કહીએ તો કસરત એટલે રોજની દિનચર્યા. આ બધી જ ક્રિયાને કસરત જ કહેવાય. આ સિવાય પણ તમે ચાલવા જાઓ, દોડવા જાઓ ,સાયકલ ચલાવો, દોડવા જાઓ અથવા કોઇપણ રમત રમો એ પણ એક પ્રકારની કસરત જ ગણવામાં આવે છે. હવે તે તમારે નક્કી કરવાનું છે કે તમે કઈ પ્રકારે એક કસરત કરો. આ કસરત રોજબરોજ કરવાથી તમને વારસામાં મળેલા રોગો પણ નાશ કરવાની શક્તિ પ્રાપ્ત થશે.

2. જીવન શૈલી બદલો…

તમારી જાતે અને સ્વનિર્ભર જ તમારી રોજની જીવન શૈલી જોવાનો પ્રયાસ કરો. મોડી રાત સુધી સમયસર સુતા નથી, સવારે ઉઠતા નથી, નોકરી હોય કે ધંધો પણ તમને એવા કામમાં ડૂબી જાઓ છો કે સવારનો નાસ્તો હોય કે બપોરનું કે સાંજનું જમવાનું હોય તેમાં પણ તમે સમયને સાચવતા નથી. તમારા કામમાં તમે એટલા વ્યસ્ત થઈ ચૂક્યા છો કે તમને એક કસરત પાછળ સમય મળતો નથી. શારીરિક થાક નો તો સવાલ જ નથી પરંતુ માનસિક તણાવ વધી ગયો છે જેને લીધે તમને થાક ખૂબ જ લાગે છે. આવો થાક દૂર કરવા માટે એક વાર શરુ થઇ ગયેલા સિગરેટ અને દારૂ પીવાનું વ્યસન તે છોડવું તેના બરાબર મુશ્કેલ છે આ પરિસ્થિતિને છોડવી. તમારે પદ, પ્રતિષ્ઠા અને પૈસા એકસાથે જોઈએ છે એમાં તમે તમારા શરીરનું ધ્યાન રાખી શકતા નથી. ટૂંકમાં કહીએ તો તમારી જીવનશૈલી બિલકુલ ધ્યેય વગરની છે. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોથી બચવા માટે તમારી જીવનશૈલીમાં સુધારો લાવવો ખૂબ જ જરૂરી છે.

3. વજનમાં ઘટાડો કરવો….

હવેના સમયમાં વજનો આંક બોડી માસ્ક ઇન્ડેક્સ પરથી ગણવામાં આવે છે. પહેલાના સમયમાં તમારો બોડી માસ ઇન્ડેક્ષ નીચલી ફોર્મ્યુલાથી નક્કી કરો. તમારું વજન કિલોગ્રામમાં હોય તે વજન અને તમારી ઊંચાઈ મીટરમાં હોય તેના વડે ગુણાકાર કરો અને તેનાથી ભાગવામાં આવે એટલે જે આંકડો મળી આવે તે તમારો બી.એમ.આઈ કહેવાય.
દાખલા તરીકે તમારું વજન 80 કિલોગ્રામ છે અને ઊંચાઈ 6 ફૂટ છે.6 ફૂટના 1.8 મીટર થાય તેનો સ્ક્વેર 1.8 × 1.8=3.4 થયો. હવે 80 ભાગ્યા 3.24 = 24.7 થાય. આ તમારો બી.એમ.આઈ કહેવાય.

વજન વધારે છે તે તમને કેવી રીતે ખબર પડે.???

1. તમારો બી.એમ.આઈ 25થી વધારે હોય જો તમારો વજન વધારે છે તેમ માનવામાં આવે.

2. તમે અરીસામાં જુઓ ત્યારે આગળ પેટ અને પાછળ નિતંબ નો ભાગ વધી ગયેલો હોય ત્યારે માનવામાં આવે કે વજન વધારે છે

3. આ પરિસ્થિતિમાં ઘરનું કે બહારનું કોઈ પણ કામ કરવાનું મન ના થાય.

4. નાના-મોટા કામ કરવાથી અથવા થોડું ચાલવામાં કે દાદર ચડવામાં શ્વાસ ચડી જતો હોય.

5. વારેવારે આળસના કારણે સૂવાનું મન થાય.

6. ખુબ જ ટૂંકા સમયગાળામાં નવા નવા કપડા લેવાની જરૂરિયાત ઊભી થાય.

જો આવી પરિસ્થિતિઓ ઊભી થાય તો સમજવું કે વજનમાં ઘણો વધારો થયો છે. ડાયાબીટીસ અને કેન્સર જેવા મોટા રોગો માટે વજનમાં વધારો થવો એ સારી વાત નથી. ખાસ કરીને ડાયાબિટીસ ઘટાડવા માટે વજનમાં ઘટાડો ખૂબ જ આવશ્યક છે.