કાલે છે PUBG નો બર્થ ડે, જાણો પ્લેયર્સને શું મળશે ગિફ્ટ…

Published on: 1:04 pm, Wed, 20 March 19

21 માર્ચે PUBGનો પ્રથમ બર્થડે છે. આજ થી એક વર્ષ પહેલા શરૂ થયેલી આ ઓનલાઇન બેટલ ગેમ કે જેણે કરોડોને તેના દિવાના બનાવી લીધા છે. મીડિયા રિપોર્ટના અનુસાર PUBG રમવા વાળા દરેક પ્લેયર્સ ને આ ઇવેન્ટ ના ભાગરૂપે એક શાનદાર ગિફ્ટ મળશે. “Pubg mobile” એ ટ્વીટર પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે કાલે અમારો જન્મદિવસ છે. તમે બધા બેટલગ્રાઉન્ડ માટે આમંત્રિત થયા છો.

Pubg mobile ની પાંચમી સિઝન પૂરી થઈ ચૂકી છે. આ ગેમની નવી સીઝન “pubg mobile 6” પ્લેયર સુધી પહોંચવાનું શરૂ થઇ ચૂક્યું છે. કહેવામાં આવ્યું છે કે નવી સીઝન 21 માર્ચ થી રમવા માટે શરૂ થઈ જશે. Pubg mobile નું લેટેસ્ટ અપડેટ 0.11.5માં પ્લેયર્સ માટે ઘણું બધું નવું જોવા મળશે. હંમેશાની જેમ આ વખતે પણ બે નવા ઈલિટ પાસ થશે. Pubg mobile ના નવા વર્ઝનમાં પ્લેયર્સને ઘણી બધી નવી બંદૂકો અને રાઈફલ્સ મળી શકે તેવી શક્યતા છે. સાથે સાથે એક નવો ડાન્સ પણ મળશે. અપડેટમાં એરંગેલ અને મીરામર મેપમાં ડાયનેમિક વેદર પણ આપવામાં આવશે. સાથે સાથે આ અપડેટ ઘણા બધા બગ ફિક્સ કરીને લાવશે.

જ્યાં સુધી વેપારની વાત છે જો વીકેન્ડી મેપમાં સ્કાયરલ રાઇફલ ને જી36સી થી રિપ્લેસ કરવામાં આવી શકે છે.તેની સાથે જી36સી રાઇફલ 5.56 MM નો પણ ઉપયોગ કરવામાં આવશે. તેની સાથે કહેવામાં આવ્યું છે કે આ સ્કોપ થંભગ્રીપ જેવા અટેચમેન્ટ ને પણ સપોર્ટ કરશે. Pubg mobile ના સીઝન સિક્સ માં M762 રાઇફલ ને નવો લૂક મળે તેમ છે. આ સિવાય ગેમમાં સેનહોક મેપ મા નવી ગાડી પણ ઉમેરવામાં આવી છે. સાથે-સાથે ફીડબેક બટનને મુખ્ય મેન્યુ માં ઉમેરી દેવામાં આવ્યું છે.

તો આવા ઘણા વિશિષ્ટ નવા ફીચર્સ PUB ની અંદર ઉમેરવામાં આવ્યા છે. જેના કારણે pubg mobile ને એક નવો લૂંક મળ્યો છે. આ ફીચર્સને કારણે પબજી રમતા દરેક પ્લેયર્સને ખૂબ જ મજા આવે તેવી ગોઠવણી કરવામાં આવી છે. Pubg mobile ને એક વર્ષ પૂરા થયા નિમિત્તે પુરા વિશ્વભરમાં PUBG રમતા દરેક પ્લેયર્સ ને આ ગેમ ની ભેટ આપી છે.