ગુજરાત(Gujarat): શાકભાજી બાદ હવે કઠોળમાં પ્રતિ કિલોએ 15થી 20 રૂપિયાનો વધારો(Pulses prices rise) થઈ ગયો છે. હાલ કાલુપુર ચોખા બજારમાં હોલસેલ દાળોના પ્રતિ કિલો ભાવમાં વધારો નોંધાયો છે. મગના પ્રતિ કિલો 90 રૂપિયા છે જે અગાઉ 77 રૂપિયા હતા. હોલસેલમાં ચોખા પણ કિલોએ 80 રૂપિયા થઈ ગયા છે. પરંતુ છૂટક બજારમાં તેનો ભાવ પ્રતિ કિલો 110 રૂપિયા સુધી પહોંચી ગયો છે. મસૂરની દાળ અગાઉ 80 રૂપિએ કિલો મળતી હતી જે વધીને છૂટકમાં 115 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
કાળા અડદના જથ્થાબંધ ભાવમાં પણ 4 રૂપિયાનો વધારો નોંધાયો છે. જે પહેલાં 80 રૂપિયે પ્રતિ કિલોએ મળતા હતા. હાલ તેનો નવો ભાવ 84 રૂપિયા થઇ ગયો છે. કઠોળના ભાવ વધતાની સાથે દાળના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. તુવેરની દાળમાં કિલોએ 10 રૂપિયા અને અડદની દાળમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
હાલ કિલો તુવેરની દાળ પ્રતિકિલો 98 રૂપિયે અને અડદની દાળ પ્રતિકિલો 95 રૂપિયે કિલો હોલસેલ બજારમાં મળી રહી છે. પરંતુ છૂટક બજારમાં તુવેર દાળના પ્રતિકિલો કિલોના ભાવ 127 રૂપિયા જ્યારે અડદના 130 રૂપિયા બોલાય રહ્યા છે. કઠોળના ભાવમાં થયેલા ભાવ વધારાના કારણે ગૃહિણીઓના બજેટ પર મસમોટી અસર પડી છે.
ટેકાના ભાવમાં વધારો થતા કઠોળ થયું મોંઘું:
MSPમાં 300 રૂપિયા સુધીનો વધારો થતાં હોલસેલ બજારમાં તેની મોટી અસર પડી છે. જેના કારણે દરેક દાળના ભાવમાં કિલોએ 10થી 35 રૂપિયા સુધીનો વધારો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.