પ્રિયંકા-નિક બીચ પર થયા રોમેન્ટિક, પ્રિયંકાએ પોસ્ટ કરી તસ્વીરો…

પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) અને નિક જોનાસ(Nick Jonas) લોકપ્રિય કપલમાંથી એક છે. લોકોને બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે. તેઓ અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. તેમાં પણ પ્રિયંકા ઘણી વાર તેના લૂકને લઈને ઘણી ચર્ચામાં રહેતી હોય છે. તેમજ પ્રિયંકા ઘણી વાર પતિ નિક સાથેના ફોટા પોસ્ટ કરતી રહે છે.

હાલમાં જ આ કપલની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં બંને દરિયા કિનારે ખુબ જ રોમેન્ટિક દેખાઈ રહ્યાં છે. આ તસ્વીરોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે જેમાં તે પતિ નિકનો હાથ પકડીને જોવા મળી રહી છે.

પ્રિયંકા ચોપરાએ સમુદ્રનો સુંદર નજારો દર્શાવ્યો છે. તેણે પોતાની હથેળી પર કેટલાક પત્થરો પકડી રાખ્યા છે.

પ્રિયંકા ચોપરા અને નિકની આ તસવીરોને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે.

આ તસવીરમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો પડછાયો દેખાઈ રહ્યો છે. તસવીરોમાં કપલની બોન્ડિંગ જોઈ શકાય છે.

આ પહેલા પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથેના ફોટા પોસ્ટ કરીને ચાહકોને ઇસ્ટરની શુભેચ્છા પાઠવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *