ગુજરાત રાજ્યમાં અવાર નવાર સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ થાય છે. અત્યારે સુરત શહેરમાં ફરી એક દેહવેપારનો પર્દાફાશ થયો છે. સુરતનાં વેસુ વિસ્તારનાં VIP રોડ પર સ્પાની આડમાં ચાલી રહેલો દેહવેપારનો ધંધો ઉમરા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો પાડ્યો હતો. સ્પામાંથી થાઇલેન્ડની 2 યુવતીઓ મળી આવી હતી તેમજ આ બંને યુવતીઓ ગયા ફેબ્રુઆરી મહિનાથી સુરત શહેરમાં જ રહેતી હોવા અંગેનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ.
સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલી રહેલા દેહવેપારનો પર્દાફાશ થઇ ગયો છે. પોલીસ દ્વારા દરોડા પાડી એક ગ્રાહક તેમજ મેનેજરને પકડવામાં આવ્યા છે. આ દેહવેપાર વેસુ એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં મસાજની આડમાં દેહવ્યાપાર ચાલતો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમને જાણકારી મળી હતી કે, વેસુ VIP રોડ પર સર્જન પેલેસ નજીક આવેલા એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં આવેલા કિમ્સ સ્પામાં મસાજની આડમાં દેહવેપાર કરાવવામાં આવે છે.
જાણકારીનાં આધારરૂપ પોલીસ દ્વારા ગ્રાહક બનાવીને એક વ્યક્તિને સ્પામાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં અગાઉ એની સાથે મસાજની વાત કરીને પછી વિદેશી મહિલા બતાવી શરીર સુખ માટેની પણ ઓફર કરી હતી. આમાં પોલીસે છાપો મારીને મેનેજર દેવેન્દ્ર મુરલીધર દવે તેમજ કર્મચારી કૈલાશ બદ્રી યાદવને પકડી લેવામાં આવ્યા હતા. સ્પામાંથી વિદેશી 2 મહિલા મળતા પોલીસ દ્વારા એની અટકાયત કરવામાં આવી હતી.
જ્યારે સ્પાનાં સંચાલક સુનિલ દિપક ખેર ભાગી જતા એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, પકડવામાં આવેલા મેનેજર તેમજ કર્મચારી છેલ્લા 2 મહિનાથી જ નોકરી પર લાગી ગયા હતા. જ્યારે પકડવામાં આવેલી મહિલાઓ થાઇલેન્ડની વતની છે. તેઓ ફેબ્રુઆરી, 2020થી વિઝા મેળવી સુરત શહેરમાં આવી હતી. આ મહિલાઓ અત્યાર સુધી જુદા જુદા ઘણા સ્પામાં નોકરી કરી હતી. ઘટના વિશે ઉમરા પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. વિઝા વિશે અને કસ્ટમર દીઠ કેટલા રૂપિયા લેવામાં આવે તે વિશે પોલીસ તપાસ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle