હજારો લોકોની પ્રાર્થના અને 16 કરોડનું ઈન્જેક્શન આપવા છતાં પણ 11 મહિનાની વેદિકા શિંદેનો જીવ બચી શક્યો નથી. શ્વાસ લેવામાં મુશ્કેલી થતા રવિવારે રાત્રે વેદિકાને પુણેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું.
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં રહેતા સૌરભ શિંદેની પુત્રીને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામનો આનુવંશિક રોગ હતો. માતાપિતાએ ક્રાઉડ ફંડિંગમાંથી 16 કરોડ રૂપિયા જમા કરાવીને અમેરિકાથી ઝોલ્જેન્સમા નામનું ઈન્જેક્શન મેળવ્યું હતું. જેને આ રોગનો છેલ્લો ઉપાય માનવામાં આવે છે.
વેદિકાને પહેલા પણ આ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી આખો પરિવાર ખૂબ ખુશ હતો તેમજ વેદિકાની વાર્તા સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહી હતી. પરંતુ ભગવાનથી આ ખુશી જોવાય નહી તેવું લાગે છે. રવિવારે રાત્રે વેદિકાએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ રીતે વેદિકાના ગયા પછી, તેને અને પરિવારને મદદ કરનાર બધા લોકો ભારે આઘાતમાં હતા. બધા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, 16 કરોડનું ઈન્જેક્શન આપ્યા છતાં પણ વેદિકાનું મૃત્યુ કેવી રીતે થયું?
આ રોગ શરીરમાં SMA-1 જીનના અભાવને કારણે થાય છે. જેનાથી બાળકના સ્નાયુઓ નબળા પડે છે. શરીરમાં પાણી ધટી જઈ છે. સ્તનપાન અથવા દૂધનું એક ટીપું પણ બાળકને શ્વાસ લેવામાં તકલીફ આપે છે. બાળક ધીમે-ધીમે બધી પ્રવૃત્તિ ઘટાડે છે અને મૃત્યુ પામે છે. UKમાં આ રોગથી પીડાતા બાળકોની સંખ્યા બધા દેશો કરતા વધારે છે. દર વર્ષે આશરે 60 બાળકોને આ જન્મજાત રોગ થાય છે. જેમાંથી કેટલાક બાળકો મૃત્યુ પણ પામતા હોઈ છે.
આ રોગ માટે વપરાતા ઝોલ્જેન્સમા નામનું ઈન્જેક્શન ફક્ત અમેરિકા, જાપાન અને જર્મનીમાં બનાવવામાં આવે છે. ઈન્જેક્શનની માત્ર એક ડોઝ અસરકારક છે. તે જીન ઉપચારની જેમ કામ કરે છે. તબીબી જગતમાં જીન થેરાપી એક મોટી શોધ માનવામાં આવે છે. તે લોકોમાં આશા જાગૃત કરે છે કે, એક ડોઝથી દર્દી સુધી આવતી જીવલેણ રોગ સરખો કરી શકે છે. આ ઈન્જેક્શન અત્યંત ખુભ ઓછા અને કીમતી છે, જેથી કરીને આ ઇન્જેકસન વધુ મોંધુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.